ઇમરાન હાશ્મીની નવી ફિલ્મ ગનમાસ્ટર જી-9 નવે.માં આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મિથુનની સુરક્ષા ફિલ્મ પરથી પ્રેરિત હશે
- વીસ વર્ષ બાદ ઇમરાન હાશ્મી, અને હિમેશ રેશમિયાનું કોલબરેશન
મુંબઈ : વીસ વર્ષ અગાઉ આદિત્ય દત્તના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ 'આશિક બનાયા આપ'ને હિમેશ રેશમિયાના સંગીતને કારણે હીટ પુરવાર થઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતો. આ ત્રણે જણાંની ત્રિપુટી હવે 'ગન માસ્ટર જી ૯' નામની ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.
૧૯૭૯માં મિથુન ચક્રવર્તીએ ફિલ્મ 'સુરક્ષા'માં ગનમાસ્ટર જી ૯ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પરથી પ્રેરિત નવી ફિલ્મમાં ઇમરાન હાશ્મી એજન્ટ ઇશ્વરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે જેનેલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ એક્શન ફિલ્મના કાર ચેઝના દૃશ્યોનું શૂટિંગ મુંબઇમાં થવાનું છ. આ ફિલ્મના શૂટિંગનો મોટો હિસ્સો હરિદ્વાર અને મસુરીમાં પુરો કરી લેવામાં આવ્યો છે. ફિલ્મમાં હિમેશ રેશમિયાના મ્યુઝિક પર મોટો મદાર રહેશે કેમ કે એ જમાનામાં ગનમાસ્ટર જી૯ ગીત ભારે લોકપ્રિય બન્યું હતું.









