Baroda

વડોદરામાં બંધ પડેલા વોટર લેવલ સેન્સર સમારકામ બાદ ફરી કાર્યરત

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 9 સ્થળોએ વોટર લેવલ સેન્સર લગાવ્યા હતા. ચોમાસામાં મુજમહુડા, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવરના સેન્સર બંધ જણાતા ખળભળાટ મચ્યો હતો. કેબલ કપાઈ જવા અને મેન્ટેનન્સને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. તંત્રએ તાત્કાલિક સમારકામ કરી તમામ સેન્સર ફરી કાર્યરત કર્યા છે, જેથી હવે જળસ્તરની રીયલ-ટાઈમ માહિતી ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બંધ પડેલા વોટર લેવલ સેન્સર સમારકામ બાદ ફરી કાર્યરત

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના 9 સ્થળોએ પાણીના જળસ્તર પર નજર રાખવા વોટર લેવલ સેન્સર લગાવ્યા છે. જોકે ચોમાસાની શરૂઆતમાં મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ, પ્રતાપ સરોવરના સેન્સર બંધ હોવાનું સામે આવ્યું હતું. બે સ્થળે કેબલ કપાઈ જતાં અને એક સ્થળે મેન્ટેનન્સના કારણે સિસ્ટમ બંધ હતી, જેના કારણે ઓનલાઈન માહિતી ઉપલબ્ધ ન હતી.
આ અંગે બેદરકારી છતી થતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક સમારકામ હાથ ધરી બંધ પડેલા તમામ વોટર લેવલ સેન્સર ફરી કાર્યરત કરાયા છે. હવે ફરીથી જળસ્તરની રિયલ ટાઈમ માહિતી કંટ્રોલ રૂમ અને અધિકારીઓને ઉપલબ્ધ થઈ રહી છે.