પશુપાલકના કહેવાથી ગાય છોડી મૂકવાનો વીડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની રખડતા ઢોર પકડવાની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. જાગૃત નાગરિકે સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં ઢોર પાર્ટીના કર્મચારીઓ પશુપાલકની રજૂઆત બાદ ગાયને છોડી મૂકતા હોવાનું જોવા મળતાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠયા છે.
વાયરલ વીડિયો છાણી વિસ્તારનો હોવાનું જાણવા મળે છે, જેમાં ઢોર પકડયા બાદ પશુપાલકના કહેવાથી ગાય છોડી મૂકવામાં આવી હોવાનું જણાય છે. અગાઉ પણ ઢોર પાર્ટીના કર્મચારીઓ અને ગોપાલકો વચ્ચેની કથિત લેવડદેવડના ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. હવે ફરી વીડિયો સામે આવતા ઢોર નિયંત્રણની સમગ્ર કામગીરીની પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા છે.
બીજી તરફ, શહેરના અનેક મુખ્ય માર્ગો પર આજે પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત્ હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. ગધેડા માર્કેટ ચાર રસ્તા તેમજ વાઘોડિયા રોડથી ગાજરાવાડી સહિતના માર્ગ પર રાત્રિના સમયે રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડિંગો જમાવતા હોવાથી અકસ્માતનો ભય રહે છે. આવી સ્થિતિમાં ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.









