Baroda

વડોદરા: હાઈકોર્ટના A4 સાઈઝ પેપર અને ફોન્ટના નિયમ સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ફોન્ટના પરિપત્ર વિરુદ્ધ વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. 1 ઓગસ્ટ 2026થી લાગુ પડેલા આ નિયમથી વકીલોને મુશ્કેલી પડતી હોવાથી વડોદરા વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો. આજે વકીલો ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય ગેટ પાસે એકત્ર થયા હતા. પરિપત્ર પાછો ખેંચાય નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: હાઈકોર્ટના A4 સાઈઝ પેપર અને ફોન્ટના નિયમ સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ

Vadodara Lawyers Strike: હાઈકોર્ટના A4 સાઈઝ પેપર અને ફોન્ટ અંગેના પરિપત્રને પરત ખેંચવાની માગ સાથે વકીલ મંડળે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે, જેને પગલે આજે વડોદરામાં વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતી દરેક અરજી A4 સાઈઝ પેપરમાં, ચોક્કસ ફોન્ટમાં અને ફરજિયાત કમ્પ્યુટરાઈઝ્ડ ટાઈપ કરીને રજૂ કરવાનો આદેશ 1 ઓગસ્ટ 2026થી અમલી બન્યો છે. આ નવા નિયમને કારણે વકીલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા વકીલ મંડળના પ્રમુખે કહ્યું કે આજે સવારે વકીલો ડિસ્ટ્રિક્ટ કોર્ટના મુખ્ય ગેટ પાસે એકત્રિત થયા હતા અને કોર્ટ કાર્યવાહી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા વકીલ મંડળના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 11 વાગ્યે વકીલો દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાશે. જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ વિવાદિત પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત અને હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.