વડોદરા-ભરૂચ પ્રવાસ આજથી થયો મોંઘો! ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Delhi Expressway Highway Toll Hiked: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે એટલે કે NE-4 પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલના દરમાં ત્રણ માસ પહેલા 20થી 30 ટકા જેટલો ઘટાડો કરાયા બાદ 5 ટકાનો વધારો કરી દેવાયો છે. આ નવા દર આજથી (21મી જુલાઈ) અમલમાં થયા છે.
વાહનચાલકોને માત્ર ત્રણ માસ જેટલો સમય જ ટોલના દરમાં રાહત મળી હવે વધારે રકમ ચૂકવવી પડશે
NE-4 ભારતમાલા એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ હાઇવે પર વડોદરાથી ભરૂચ સુધી વાહનોની અવરજવર થતી હતી. પરંતુ હવે આ એક્સપ્રેસ વે પર છેક બારડોલી નજીક એના સુધી જઈ શકાય છે. વડોદરા જિલ્લામાં આ હાઇવે પરથી પસાર થવા માટે ચાર ટોલ પ્લાઝા છે. જેમાં દોડકા, ફાજલપુર અને સમીયાલા તેમજ કરજણ તાલુકાના સાંપા ગામનો સમાવેશ થાય છે.

દોડકા, સમીયાલા અને ફાજલપુરથી ભરૂચના દહેગામ સુધી જવા માટે કાર, જીપ, વાન માટે ઓછા રૂપિયા વાહનચાલકોએ માર્ચ માસથી ચૂકવવાના થતા હતા. પરંતુ હવે નવા દરો મુજબ વધારે ટોલ ચૂકવવો પડશે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ હાઇવે પર ધીમે ધીમે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે અને અઢી વર્ષ પહેલાં જ હાઇવેની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં વાહનોની અવરજવર મફત હતી, પરંતુ ઓક્ટોબર-2024થી ટોલના દરોની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ગયા વર્ષે એપ્રિલમાં ટોલના દરોમાં વધારો કરાયો હતો.









