'વર્લ્ડ કપમાં 11 મેચ કેવી રીતે રમીશું?': ઇંગ્લેન્ડ સામે સીરિઝ હાર્યા બાદ કોના પર ભડક્યો શુભમન ગિલ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubman Gill On Team India Fitness : ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમની T20 અને વન-ડે સિરીઝમાં શરમજનક હાર થયા બાદ હવે વર્લ્ડકપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટી20માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાની 4-0થી શરમજનક હાર થઈ છે, જ્યારે વન-ડેમાં શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતનો 2-1થી પરાજય થયો છે. લૉડ્સમાં રમાયેલી છેલ્લી વન-ડેમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ગિલે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, ‘અમારા ખેલાડીઓ 2-3 મેચોની આખી સિરીઝ રમી શકતા નથી, તો વર્લ્ડકપમાં શું થશે?
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સતત 11 મેચ કેવી રીતે રમશે?
કેપ્ટન ગિલે ત્રીજી વન-ડે બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાં સતત ફેરફાર કરવો પડી રહ્યો છે, તેથી આમાં સુધારો કરવો ખુબ જરૂરી છે. અમારી ટીમે વર્લ્ડકપમાં સતત 11 મેચ રમવી પડશે, પરંતુ ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ 2-3 મેચોની આખી સિરીઝ રમી શકતા નથી. કેટલાક ખેલાડીઓ 1-2 મેચ રમે છે, જેમાં તેમને નાની-મોટી ઈજા થઈ જાય છે, જેના કારણે અમારે જુદી ટીમ પસંદ કરીને રમવું પડે છે. તેથી જ એક ટીમ તરીકે આપણે આપણી ફિટનેસ અને પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે.’
ઈજાગ્રસ્ત ખેલાડીઓથી ટીમ ઈન્ડિયા ચિંતિત
ઉલ્લેખનીય છે કે, અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમ ઈન્ડિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPL-2026 પછી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હાર્દિકના સ્થાને તૈયાર થઈ રહેલો નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાગ્રસ્ત છે. તેને અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં ઈજા થઈ હતી. ત્યારપછી વરૂણ ચક્રવર્તી અને હર્ષિત રાણા ઈંગ્લેન્ડ સામેની વન-ડે પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એટલું જ નહીં જસપ્રીત બુમરાહને ઘૂંટણમાં ઈજા હોવાના કારણે તેને લૉડ્સ વન-ડેમાં સામેલ કરાયો નથી.









