નેધરલેન્ડ અને નોર્વેના વિઝાના નામે બે યુવકો સાથે 2.45 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારના વિઝા કન્સલટન્ટે બે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે રૃ.૨.૪૫ લાખની ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાઇ છે.
આણંદના ગણેશચોકમાં રહેતા ટૂર ઓપરેટર સ્નેહલ વ્યાસે પોલીસને કહ્યું છે કે,મારે વિદેશમાં નોકરી કરવા જવું હોવાથી વિઝા કન્સલટન્ટની તપાસ કરતાં જાહેરાત જોઇને વડોદરાના નટુભાઇ સર્કલ પાસે મિરાજ એપાર્ટમેન્ટમાં આવેલા રિધાન ઇમિગ્રેશનની કાજલ આદિત્ય જોષીનો સંપર્ક કર્ય ોહતો.
કાજલે નેધરલેન્ડ મોકલવા માટે રૃ.૪ લાખ નક્કી કર્યા હતા.જેથી મેં તેમને રૃ.૫૦ હજાર ચૂકવ્યા હતા.ત્યારબાદ તેણે નોર્વેના વિઝા મળી શકે તેમ છે તેમ કહી બીજા ૭૫ હજાર લીધા હતા.પરંતુ તેના પણ વિઝા મળ્યા નહતા.આ પછી સ્પેનના વિઝાના નામે વાત કરી હતી.જેથી મેં રૃપિયા પરત માંગતા તેણે રૃપિયા આપ્યા નહતા કે પ્રોસેસ પણ કર્યો નથી.
આવી રીતે સાવલીના કિશોરભાઇ મકવાણા સાથે પણ રૃ.૧.૨૦લાખ પડાવ્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.









