Baroda

મકરપુરા જી.આઇ.ડી.સી.માં ટ્રકની ટક્કરે ટુ વ્હીલર ચાલક ઘાયલ

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
મકરપુરાની જાનકી પાર્ક સોસાયટીના વિજયભાઈ પંચાલ, જેઓ GIDCમાં ફેબ્રિકેશન વર્કશોપ ચલાવે છે, તેમને 1લી તારીખે સાંજે પોણા છ વાગ્યે ટુ-વ્હીલર પર જતા ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને છાતી, પાંસળી અને ડાબા ખભા પર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા જી.આઇ.ડી.સી.માં ટ્રકની ટક્કરે ટુ વ્હીલર ચાલક ઘાયલ

મકરપુરાની જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગણપતભાઇ પંચાલ મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેબ્રિકેશનનું વર્કશોપ ચલાવે છે.ગત ૧ લી તારીખે તેઓ ટુ વ્હીલર લઇને કંપનીના કામ માટે જતા હતા.તે સમયે સાંજે પોણા છ વાગ્યે એક ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓને છાતી, પાંસળી અને ડાબા ખભા પર ઇજા થઇ હતી. તેઓેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.