બાળકો વેચતી ગેંગના વધુ બે સાગરીત પકડાયાઃપિતાએ કહ્યું પાંચસંતાન પાલવી શકતો નથી એટલે સોદો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ જણાની ધરપકડ કર્યા બાદ સાબરકાંઠાના એક એજન્ટ અને બાળકને વેચનાર પિતાની ધરપકડ કરતાં આ કાંડમાં પકડાયેલાઓની સંખ્યા સાત પર પહોંચી છે.
તરસાલી બાયપાસ પાસે આઠ દિવસના બાળકને લઇ મુંબઇ વેચવા જઇ રહેલા સિધ્ધપુરના મનોજ રાવળ અને વીણા રાવળ પકડાઇ ગયા બાદ બાળકને રૃ.૩ લાખમાં મુંબઇના ડોક્ટર નામના એજન્ટને વેચવા જતા હોવાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ પોલીસે બાળકનો સોદો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મનોજના સાળા સુનિલ રાવળ, તેના ભાઇ દલપત રાવળ અને રાજસ્થાનના એજન્ટ નગીન ઉર્ફે નગાની ધરપકડ કરી હતી.
રિમાન્ડ દરમિયાન ઉપરોક્ત ટોળકીએ વધુ ત્રણ બાળકોનો મુંબઇમાં ત્રણ-ત્રણલાખ રૃપિયામાં સોદો કર્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે મુંબઇના ચાર એજન્ટ ડોક્ટર,કવિતા, શીતલ અને પ્રવીણને વોન્ટેડ જાહેર કરી તેમને શોધવા બે ટીમ મહારાષ્ટ્રમાં રવાના કરી છે. જ્યારે એક ટીમ રાજસ્થાન ગઇ છે.એજન્ટો પકડાયા બાદ તેના ખરીદનારાઓ ઓળખાઇ જશે.
ઉપરોક્ત ચકચારી કાંડમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી અને ટીમે બાળકને વેચવા માટે મુંબઇના એજન્ટો સાથે સંપર્કમાં રહેતા શ્રવણ દુધાભાઇ પરમાર (ડેમ્પી પીપલસળી,તા.પૌશીના,સાબરકાંઠા) અને બાળકને રૃ.બે લાખમાં વેચનાર મૂળ પિતા લક્ષ્મણ મોતીભાઇ મૂળી(ધનશાળી ગામ, તા.પૌશીના,સાબરકાંઠા)ની ધરપકડ કરી છે.
બાળકના પિતાએ કહ્યું,પાંચ સંતાન છે, પત્ની બીમાર છે,પાલવવા કેવી રીતે
મુંબઇના એજન્ટ સાથે બાળકનો સોદો કરનાર તેના પિતા લક્ષ્મણ મૂળી(સાબરકાંઠા) ની ધરપકડ કર્યા બાદ પીએસઆઇ આરએન બારૈયાએ પૂછપરછ કરતાં તેણે રૃ.બે લાખમાં બાળક વેચ્યું હોવાની અને તેના ગામ પાસે રહેતા શ્રવણ મારફતે સોદો થયો હોવાની ુકબૂલાત કરી હતી.લક્ષ્મણે કહ્યું હતું કે, મારે પાંચ બાળકો છે,પત્ની પણ બીમાર રહે છે, જેથી બાળકોને પાલવવાનું મુશ્કેલ હોવાથી સોદો કર્યો હતો.
પકડાયેલા દલપત સામે રાજસ્થાનમાં બાળ તસ્કરીનો કેસ
બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલા દલપત રાવળ(ચાટાવાડા ગામ,સિધ્ધપુર)ની તપાસ દરમિયાન વર્ષ-૨૦૧૫માં રાજસ્થાનમાં ઉદેપુર ખાતે થયેલી બાળ તસ્કરીના કેસમાં તેની સંડોવણી જણાઇ આવી હોવાની વિગતો બહાર આવી છે.દલપત સામે બીજા પણ કેસો હોવાનું પોલીસ માની રહી છે.જેથી આ દિશામાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.









