Baroda

વડોદરામાં વહેલી સવારે બે ઇંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર : મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસર્યા

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન સિસ્ટમથી આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વડોદરામાં વીજળીના કડાકા-ભડાકા સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારો અને આજવા રોડ પર પાણી ભરાયા. અલકાપુરી ગરનાળું બંધ કરાયું હતું. જોકે, 2 કલાક બાદ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા. કરજણમાં 13 MM વરસાદ નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વહેલી સવારે બે ઇંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર  : મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસર્યા

Vadodara Rain Update : બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન સિસ્ટમનું કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તે દરમિયાન આજે વહેલી સવારે છ થી આઠ વાગ્યાના સમયગાળામાં વડોદરામાં વીજળીના કડાકા અને વાદળો ગડગડાટ વચ્ચે બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
આજવા રોડ પરિવાર સ્કૂલ ચાર રસ્તા પાસે પણ એક ફૂટ જેટલા પાણી ભરાતા દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. જોકે બે કલાકના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી ગયા હતા. આ ઉપરાંત અલકાપુરી ગરનાળુ પણ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગ ઉપર પણ બે કલાકના ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
8 વાગ્યા પછી મેધરાજાએ વિરામ લેતા તમામ વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા હતા. સવારે સાડા દસ વાગ્યે તો થોડા સમય માટે તાપ નીકળ્યો હતો. બે કલાક દરમિયાન સૌથી વધુ બે ઇંચ વરસાદ વડોદરામાં જ્યારે સૌથી ઓછો 13 એમ.એમ વરસાદ કરજણ તાલુકામાં પડ્યો હતો.