વડોદરામાં વરસાદમાં ફતેપુરા અને ચોખંડીમાં બે મકાન ધરાશાયી,ફતેપુરામાં ત્રણ વાહનો દબાયા,રસ્તો બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદ દરમિયાન ચાર દરવાજાની નજીકમાં બે જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવ બન્યા છે.આ પૈકી એક ફતેપુરા રોડ પરના બનાવમાં ત્રણ વાહનો દબાયા હતા.
શહેરમાં વરસાદ દરમિયાન ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં જર્જરિત મકાનોનું જોખમ વધી જતું હોય છે.કોર્પોરેશન દ્વારા ૮૦૦થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે.
આજે ભારે વરસાદ વચ્ચે ચાર દરવાજા પાસેના ચોખંડી વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિર પાસે એક જર્જરિત મકાન ધડાકાભેર બેસી જતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.
ફતેપુરા મેઇન રોડ પર ચાંપાનેર દરવાજા પાસે પણ એક જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક રિક્ષા અને બે ટુવ્હીલરને નુકસાન થયું હતું.આ બનાવ બાદ એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી વરસાદમાં ટ્રાફિક જામના દ્શ્યો જોવા મળ્યા હતા.









