Baroda

નવાયાર્ડ વિસ્તારમાં રાત્રે બોલાચાલી બાદ બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈ મધરાતે નજીવી બાબતે બોલાચાલી બાદ ચપ્પુથી હુમલો થયો હતો. ફર્નિચરના વેપારી જમીલ પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, દિવ્યા ગેસ એજન્સી પાસે મિત્ર સલીમ અને મોહસીન વચ્ચે ઝઘડો થતા મોહસીને ચપ્પુથી સલીમ પર હુમલો કર્યો. ત્યારબાદ તેણે જમીલ પર પણ હુમલો કર્યો અને તેના મિત્રો પ્રકાશ ઉર્ફે પકિયા સહિત 3 અન્યને બોલાવી ગાળો ભાંડી હતી. પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાયાર્ડ વિસ્તારમાં રાત્રે બોલાચાલી બાદ બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો

Vadodara Crime : વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈ મધરાતે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ચપ્પુથી હુમલાનો બનાવ બનતા પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
નવા યાર્ડ રોશન પાર્કમાં રહેતા ફર્નિચરના વેપારી જમીલ પઠાણે પોલીસને કહ્યું છે કે, તા.બીજી એ રાત્રે દિવ્યા ગેસ એજન્સી પાસે હું મારા મિત્ર સલીમ અને મોહસીન બેઠા હતા ત્યારે સલીમ અને મોહસીન વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ મોહસીને સલીમ ઉપર ચપ્પુથી હુમલો કરતા તેને અંગુઠા પર ઈજા થઈ હતી. મોહસીને મારા પર પણ હુમલો કરતા મને કાનના ભાગે ઈજા થઈ હતી. આ દરમિયાન મોહસીને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે પકિયા અને અન્ય બે જણાને બોલાવતા તેમને પણ ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો. પકીયાએ પણ મોહસીનનું ચપ્પુ હાથમાં લઈને ધમકી આપી હતી. જેથી પોલીસે હુમલાખોરોની તપાસ કરી છે.