માંડવી જમનાબાઇ હોસ્પિટલમાં ડોક્ટરની કાર નીચે અઢી વર્ષના બાળકનું કચડાઇ જતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંડવી જમનાબાઇ હોસ્પિટલમાં આજે સવારે મહિલા ડોક્ટરની બેદરકારીના કારણે કારના આગળના ટાયર નીચે અઢી વર્ષનું બાળક આવી જતા તેનું કમકમાટીભર્યું મોત થયું છે. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી લર્નિંગ લાયસન્સ ધરાવતા મહિલા ડોક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના મોટા પોસીના તાલુકાના પીપળીયા ગામ આમલી ફળિયામાં રહેતો અંગારી નરેશભાઇ જોગાભાઇ કડિયાકામ કરે છે. હાલમાં વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી જમનાબાઇ હોસ્પિટલમાં ચાલતા રિનોવેશન કામ માટે તે પત્ની અને બે નાના સંતાનો સાથે આવ્યો છે, અને જમનાબાઇ હોસ્પિટલમાં જ છેલ્લા ૧૦ દિવસથી પરિવાર સાથે રહે છે. આજે સવારે તેના બંને સંતાનો જમનાબાઇ હોસ્પિટલના પાર્કિંગની જગ્યામાં રમતા હતા.તે દરમિયાન સવારે ૮ વાગ્યે જમનાબાઇ હોસ્પિટલના મહિલા ડોક્ટર ગુરીયા રાની તેઓની કાર લઇને ગેટથી અંદર આવીને પાર્કિંગ તરફ જતા હતા. તે દરમિયાન તેમની કારના આગળના પૈંડા નીચે અઢી વર્ષનું બાળક ચગદાઇ જતા લોહીલુહાણ થઇ ગયું હતું. બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.









