Baroda

હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી-સમા લિન્ક રોડ પર શ્રુતિ મંદિર પાસે છેલ્લા 1 મહિનાથી ખોદકામ બાદ ડામર નહીં થતાં ટ્રાફિક સમસ્યા વકરી છે. બેરિકેડિંગ દૂર ન થતાં સાંકડો રસ્તો વન-વે બન્યો છે. લક્ઝરી બસો, ટ્રક સામસામે આવતાં ચક્કાજામ અને અકસ્માત સર્જાય છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

શહેરમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જાય છે.જેમાં મોટાભાગના કિસ્સાઓમાં ખોદકામ અને આડેધડ વાહન પાર્કિંગ કારણભૂત હોય છે.
હરણી-સમા લિન્ક રોડ પર આવેલા શ્રુતિ મંદિર નજીકના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ખોદકામ કર્યા બાદ ડામર પાથરવાની કામગીરી નહિ થતાં અને બેરિકેડિંગ દૂર નહિ કરાતાં બાજુનો સાંકડો રસ્તો વન-વે બની ગયો છે.
આ રસ્તા પર લક્ઝરી બસો,ટ્રક,ટ્રેક્ટર અને જેસીબી જેવા વાહનો સામસામે આવી જાય તો ચક્કાજામ થતો હોવાથી ઝઘડા અને અકસ્માતના બનાવો બનતા હોય છે.આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કામગીરી થઇ નથી.