Baroda

મધ્યપ્રદેશ દર્શન કરવા ગયેલા પરિવારના ઘરમાં ચોરી

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
કારેલીબાગના પ્રકાશનગર પાસે ગોકુળનગર સોસાયટીમાં રહેતા હેમેન્દ્ર અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન દર્શને ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી ત્રાટકેલી ચોર ટોળકીએ તેમના બંધ ઘરમાંથી લોખંડની જાળીનો નકૂચો તોડી પ્રવેશ કર્યો હતો. ચોરો સોનાના 54 ગ્રામ દાગીના અને રોકડા 1.40 લાખ સહિત કુલ 5.24 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા. કુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપ્રદેશ દર્શન કરવા ગયેલા  પરિવારના ઘરમાં ચોરી

મધ્યપ્રદેશ દર્શન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના તથા રોકડા ૧.૪૦ લાખ ચોરી ગઇ હતી.
કારેલીબાગ પ્રકાશનગર પાસે ગોકુળનગર સોસાયટીમાં રહેતા હેમેન્દ્ર પુરૃષોત્તમભાઇ અગ્રવાલ કારેલીબાગ વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવે છે. ગત ૨ જી તારીખે તેઓ પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ત્રાટકેલી ચોર ટોળકી ઘરના આગળના દરવાજાની લોખંડની જાળીનો નકૂચો તોડીને અંદર ઘુસી હતી. ચોર ટોળકી ઘરમાંથી સોનાના અંદાજે ૫૪ ગ્રામ વજનના દાગીના તથા રોકડા ૧.૪૦ લાખ મળી કુલ ૫.૨૪ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે કુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.