વડોદરા-વાઘોડિયા રોડ પર દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદની ઋતુમાં વડોદરાથી વાઘોડિયા તરફ જતા પીપળીયા પાસે પાણી ભરાઇ જવાથી રોડ પર વાહન વ્યવહાર થંભી જતો હોય છે. આ રોડની હાલત પણ ખરાબ થઇ જાય છે. આ વખતે આવેલા પૂરમાં ત્રણ સ્થળોએ પાણી ભરાતા તંત્રએ રોડની મરામત કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે આવેલા ભારે વરસાદ બાદ પીપળીયા, લીમડા તેમજ વાઘોડિયા નગર પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. અગાઉ વર્ષ-૨૦૨૩માં દિવ્ય સિમંદર નામની એજન્સીને આ રોડનું આશરે રૃા.૪ કરોડનું કામ સોંપાયું હતું પરંતુ આ એજન્સી દ્વારા ખૂબ ધીમું કામ કરાતા આખરે સ્પાયરન નામની એજન્સી પાસે કામ કરાયું હતું.
સુમનદીપ કોલેજ પાસે તેમજ લીમડા ગામ પાસે અને વાઘોડિયામાં ધીરજ ચોકડી પાસે પાણી ભરાઇ જતા રોડની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હતી જેના પગલે તંત્ર દ્વારા રોડની મરામત કરવાની ફરજ પડી છે. રોજે રોજ હજારો વાહનચાલકો હેરાન થયા બાદ આ રોડ પર ઓવરટોપિંગ કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કામગીરી ગેરંટી પિરિયડમાં આવે છે.









