વડોદરા- દહાણું રોડ સહિતની ટ્રેનોના શિડયૂલ ખોરવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદના કારણે ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતા પશ્વિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડી છે.
ઉમરગામ રોડ-વલસાડ અને વલસાડ-ઉમરગામ રોડ મેમુ ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે બોરીવલી-વલસાડ મેમુ ટ્રેનને વાપી સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ એટલે કે વાપીથી વલસાડ વચ્ચેનો ફેરો રદ કરાયો છે.
તે જ રીતે, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ -વલસાડ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ - નવસારી, વડોદરા-દહાણુ રોડ ટ્રેન -બિલીમોરા, મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર -ઘોલવડ, ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ -સુરત તથા અજમેર- બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ -વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. આ ટ્રેનોના રિટર્ન ફેરા શોર્ટ ઓરિજિનેટ કરાયા છે, એટલે કે જે સ્ટેશન સુધી ટ્રેન પહોંચી હતી, ત્યાંથી જ તેને પરત રવાના કરાઈ હતી. ટ્રેનો રદ થતાં તેમજ કેટલીક ટ્રેનો વચ્ચેના સ્ટેશન પર જ અટકાવી દેવાતાં અનેક મુસાફરો અટવાઈ ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૃ કરાયો છે.









