સયાજી હોસ્પિટલનો બલ્ક વેસ્ટ જનરેટર તરીકે સમાવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ અંતર્ગત મ્યુનિ.કોર્પોરેશનની ટીમો શહેરના બલ્ક વેસ્ટ જનરેટર (બી.ડબલ્યુ.જી) એકમો ખાતે મોનિટરિંગ કરી રહી છે, જે અંતર્ગત આજે ડે. મ્યુનિ. કમિશ્નરે સર સયાજી જનરલ (એસ.એસ.જી) હોસ્પિટલની મુલાકાત લઈ કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
હોસ્પિટલ તંત્રને તમામ પ્રકારના કચરાનું ૧૦૦ ટકા સ્ત્રોત પર વિભાજન કરવા, ભીના કચરાનું સ્થળ પર જ પ્રોસેસિંગ કરવાની વ્યવસ્થા બનાવવા, રિસાયકલ થઈ શકે તેવા કચરાનો અધિકૃત એજન્સી મારફતે નિકાલ કરવા તેમજ કચરાના ઉત્પાદનથી લઈને નિકાલ સુધીનો દૈનિક રેકોર્ડ જાળવવા સૂચના આપી છે.
સયાજી હોસ્પિટલમાંથી રોજ ત્રણથી ચાર ટ્રેક્ટર જેટલો કચરો નીકળે છે, જેમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ અધિકૃત એજન્સી દ્વારા કરવામાં આવે છે, જ્યારે અન્ય કચરો મ્યુનિ.કોર્પોરેશનની ડોર-ટુ-ડોર ગાડીઓ દ્વારા કલેક્ટ કરાય છે. હાલ શહેરની સોસાયટીઓ, હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમોનું સર્વે અને નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ બલ્ક વેસ્ટ જનરેટર નોંધાયા છે.









