Baroda

ત્રણ દિવસ માટે જીપ ભાડે ફેરવવા લઇ આખું એન્જિન જ બદલી નાખ્યું

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં જીપ ભાડે આપ્યા બાદ એન્જિન બદલી નાખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજવારોડના આકાશ ભગતે પોતાની જીપ મિત્રને રેન્ટ પર આપી હતી. 3 દિવસની ટ્રિપ પર ગયેલી જીપનું એન્જિન બદલાઈ ગયું હોવાનું જાણવા મળ્યું. પાણીગેટ પોલીસે તપાસ કરતાં કપુરાઈ નજીક ઓટો સ્પેસ ગેરેજમાં આ કારસ્તાન થયું હતું. પોલીસે સન્નીસિંગ રાજપૂત, ઓમસિંગ અને ક્રિષ્નાકાંત પાંડેની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ દિવસ માટે  જીપ ભાડે ફેરવવા લઇ આખું એન્જિન જ બદલી નાખ્યું

ત્રણ દિવસ માટે જીપ ભાડે ફેરવવા લઇને ભેજાબાજે તેનું એન્જિન પોતાની જીપમાં ફિટ કરાવી લીધું હતું. જેનો ભાંડો ફૂટતા પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
આજવારોડ હરિ ટાઉનશિપમાં રહેતો આકાશ રાકેશભાઇ ભગત માંજલપુરમાં પાણીનો પ્લાન્ટ ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં મારી જીપ મિત્ર મેહુલ પંકજભાઇ ચૌહાણ (રહે. પ્રાચી પાર્ક ડુપ્લેક્સ, વાઘોડિયારોડ) ને એક વર્ષથી રેન્ટ પર આપી છે. તે જીપમાં ફિટ કરેલી જી.પી.એસ. નું લોકેશન મારા મોબાઇલમાં છે. ગત ૧૮ મી જુલાઇએ મેહુલે મને ફોન કરીને જણાવ્યું કે, ત્રણ દિવસની ટ્રીપ પરથી પરત આવ્યા પછી જીપના એન્જિનમાંથી અવાજ આવે છે અને સ્પીડ પણ ઓછી થઇ ગઇ છે.
મેં ગેરેજવાળા મારા મિત્રની ત્યાં તપાસ કરાવતા એવું જાણવા મળ્યું કે, મારી જીપનું એન્જિન બદલાઇ ગયું છે. મારા મિત્ર મેહુલને પૂછતા તેણે જણાવ્યંું કે, ગત ૧૪ મી જુલાઇએ ક્રિષ્ના પાંડે ત્રણ દિવસ માટે જીપ લઇ ગયો હતો. જી.પી.એસ.માં ચેક કરતા ૧૫ મી તારીખે સાંજે સાડા છ વાગ્યાથી ૧૬ મી તારીખે બપોરે સવા એક વાગ્યા સુધી મારી જીપ કપુરાઇ ચોકડીથી આગળ ભારત પેટ્રોલ પંપ પાસે આવેલ ઓટો સ્પેસ ગેરેજમાં ઊભી રહી હતી. ગેરેજ માલિક દીપ જીતેન્દ્રકુમાર સલાટને પૂછતા તેણે શરૃઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતા. કડકાઇથી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, સન્નીસિંગ રાજપૂત તમારી જીપ લઇને આવ્યો હતો અને તમારી જીપનું એન્જિન તેની જીપમાં બદલી આપ્યું છે. પોલીસે આ ગુનામાં (૧) સન્ની રાજેશકુમાર સીંગ (રહે. ભાગ્ય લક્ષ્મી ટાઉનશિપ, આજવારોડ) (૨) ઓમ રાજકુમાર સીંગ (રહે. રત્ન બંગ્લોઝ, કમલાનગર, આજવારોડ) તથા (૩) ક્રિષ્ણાકાંત અરૃણકુમાર પાંડે (રહે. જે.પી. ગ્રીન સોસાયટી, વાઘોડિયા) ને ઝડપી પાડયા છે.