Baroda

NCBની રેડમાં BZPનો જથ્થો મળ્યા બાદ ઓલકેમ લાઇફ સાયન્સ લિ.ના પ્રોડકશન મેનેજરની ધરપકડ બાદ રિમાન્ડ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં NCBએ મંજુસરની ઓલકેમ લાઇફ સાયન્સ લિમિટેડ કંપનીમાંથી 4.520 કિલો BZP જથ્થો ઝડપ્યો હતો. આ મામલે કંપનીના પ્રોડક્શન મેનેજર વિક્રાંત પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અન્ય 3 હોદ્દેદારોના આગોતરા જામીન પણ નામંજૂર થયા હતા. NCB વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NCBની રેડમાં BZPનો જથ્થો મળ્યા બાદ ઓલકેમ લાઇફ સાયન્સ લિ.ના પ્રોડકશન મેનેજરની ધરપકડ બાદ રિમાન્ડ

Vadodara Crime News : મંજુસર પાસે આવેલી ઓલકેમ લાઇફ સાયન્સ લિમિટેડ કંપનીમાં બાતમીના આધારે રેડ પાડી એનસીબીની ટીમે BZPનો જથ્થો કબજે કર્યા બાદ બનાવમાં સંડોવાયેલા કંપનીના પ્રોડક્શન મેનેજરની ગઇકાલે ધરપકડ કરી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી એનસીબી દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતા ન્યાયાધીશે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એનસીબીએ બાતમીના આધારે તા.16 અને 17 જુલાઇના રોડ કંપનીમાં રેડ પાડીને કંપનીમાં પરવાનગી વગર  ઉત્પાદિત કરાયેલું 4.520 કિલોગ્રામ બેન્ઝિલપાઇપેરાઝિન (BZP)નામનો (સાઇકોટ્રોપિક પદાર્થ) જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં ધરપકડની આશંકાએ કંપનીના એમડી સહિતના ત્રણ હોદ્દેદારોએ આગોતરા જામીન અરજી મૂકતા અદાલતે ગઇકાલે ત્રણે  જામીન અરજી નામંજૂર કરતા એનસીબીએ કંપનીના પ્રોડકશન મેનેજર વિક્રાંત મહેશભાઈ પટેલની ધરપકડ કરી હતી.

એનસીબીના અધિકારીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ જીજ્ઞેશ કંસારાએ દલીલ કરી હતી કે, આરોપીના મોબાઈલમાંથી ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવવા, અગાઉ ઉત્પાદિત પદાર્થની ગેરકાયદે સપ્લાઇ ચેઇન  ટ્રેસ કરવી તેમજ અન્ય ષડયંત્રની વિગતો બહાર લાવવી જરૃરી છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ આરોપીના તા.1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.