સમાજ સુરક્ષાની દિવાલ કૂદી ભાગેલા 13 વર્ષના કિશોરને પોલીસે બેગમાંથી મળેલા મેપ પરથી શોધી કાઢ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સમાજ સુરક્ષા વિભાગના સંકુલમાંથી કોટ કૂદીને ફરાર થયેલા 13 વર્ષના કિશોરને પોલીસે કિશોરના રૂમમાંથી મળેલા એક મેપ ઉપરથી શોધી કાઢ્યો હતો.
પેન્શન પૂરા ખાતે આવેલા સમાજ સુરક્ષા વિભાગની ઇમારતમાં રહેતો 13 વર્ષનો કિશોર ગઈ આ 27મી જુલાઈએ મોડી સાંજે ભાગી જતા સંકુલના વહીવટકર્તાઓએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સંકુલથી માંડીને આસપાસના વિસ્તારના 110 થી વધુ કેમેરા તપાસ્યા હતા.
આ દરમિયાન કિશોર સંકુલની દિવાલ કૂદીને રેલવે સ્ટેશન સુધી જતો દેખાયો હતો અને ત્યારબાદ અમદાવાદની ટ્રેનમાં બેસતો નજરે પડ્યો હતો. બીજી તરફ એક ટીમ કિશોર રહેતો હતો તે રૂમમાં તેની બેગો અને અન્ય સામાન તપાસતી હતી. આ ટીમને કિશોરે દોરેલો એક નકશો હાથ લાગ્યો હતો. જે નકશો સંકુલથી અમદાવાદ સુધીનો હતો.
પોલીસે કિશોરના અમદાવાદના સંપર્કો વિશે તપાસ કરતા તે સ્કેટિંગનો શોખીન હોવાની અને સ્કેટિંગને કારણે અમદાવાદની એક સંસ્થા સાથે અગાઉ જોડાયો હોવાની વિગતો મળતા પોલીસે સંસ્થામાં તપાસ કરતા સીસીટીવી કેમેરામાં આ કિશોર સંસ્થામાં આવતો દેખાયો હતો. જેથી પોલીસે અમદાવાદની સંસ્થાના સંકુલમાંથી તેને શોધી કાઢ્યો હતો અને વડોદરા લાવવા તજવીજ કરી હતી.









