બાજવા-છાણીમાં કથિત પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ,ભાગીદાર અને તેના ભાઇનો યુવક પર ખૂની હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી-બાજવા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની આશંકાએ એક યુવક પર તેના જ ભાગીદાર અને તેના ભાઇએ તલવારના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં તેણે માંડમાંડ જીવ બચાવ્યો હતો.છાણી પોલીસે આ અંગે બે હુમલાખોર ભાઇઓ સામે ગુનો નોંધ્યો છે.
મૂળ પંજાબના તરણતારણ ખાતે રહેતા અને હાલમાં છાણીમાં રૃદ્ર એન્કલેવ ખાતે રહેતા વરિન્દરસિંગ લખબીરસિંઘે પોલીસને કહ્યું હતું કે,એક વર્ષ પહેલાં મેં અને છાણીમાં રહેતા સુખરાજસિંઘ સંધુ એ ભાગીદારીમાં ટ્રક લઇ ધંધો શરૃ કર્યો હતો.ત્યારબાદ હું સુખરાજસિંઘને ટ્રક સોંપી થોડો સમય પંજાબ ગયો હતો.
આ દરમિયાન સુખરાજસિંઘ મારા પર એક મહિલા સાથે મારા પર શંકા કરી ઝઘડો કરતો હતો.ગઇકાલે સાંજે હું મારા મિત્ર સિમરજીતસિંઘ સાથે બાઇક પર મોલમાં ગયો હતો.ત્યારે સુખરાજસિંઘ અને તેની પત્ની મને સામે મળ્યા હતા.આ વખતે પણ તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી.
વરિન્દરસિંઘે કહ્યું છે કે, ઝપાઝપી થયા બાદ હું અને મારો મિત્ર બાજવા રોડ પર ચાઇનીઝની લારી પર ગયા હતા.આ વખતે મારો મિત્ર જતાં જ સુખરાજસિંઘ અને તેનો ભાઇ કરણસિંઘ સંધુ (બંને રહે.મારૃતિ હાઇટ્સ,છાણી)તલવાર લઇને ધસી આવ્યા હતા અને મારા માથા,કપાળ,ગળા પાછળ ઉપરાછાપરી ઘા ઝીંકતા હું જીવ બચાવવા દોડયો હતો.બંને ભાઇઓએ મારો પીછો પણ કર્યો હતો.પરંતુ ટોળું આવી જતાં બંને જણા ભાગ્યા હતા.જેથી મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.









