વડોદરાના ડભોઇ રોડ ઉપર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા : સુમનદીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાં પાણી ભરાતા 150 વિદ્યાર્થીઓનું સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : વડોદરા શહેર અને જિલ્લામાં હજી પણ મેઘ મહેર ચાલુ છે સામાન્યથી ભારે વરસાદના કારણે ઉપર પણ તેની અસરો પડી રહી છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.
વડોદરાથી ડભોઇ જતા માર્ગ ઉપર રાજલી પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવા આવ્યો છે. પ્રાંત કચેરી, પોલીસ અને માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગ બંધ કરતા વાહનો ફસાવાની ઘટનાઓ ટાળી શકાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ તકેદારી રાખે તે જરૂરી છે. ત્રણ ચાર કલાકમાં પાણી ઓસરી જાય એવું અનુમાન છે.
આ ઉપરાંત વાઘોડિયા તાલુકામાં આવેલી સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રિના 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓને વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 100 છાત્રા, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે.









