ગુજરાતમાં પકડાયેલા જૈશના આતંકીઓનું વડોદરા કનેક્શન,કાશ્મીરી યુકની મહત્વની ભૂમિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પકડાયેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓની પૂછપરછ કરી રહેલી ગુજરાત એટીએસની ટીમની તપાસમાં આતંકીઓનું વડોદરા કનેક્શન બહાર આવ્યું છે,જેમાં કાશ્મીરી યુવકની ભૂમિકા તપાસનો મુખ્ય વિષય બની છે.
ગુજરાત એટીએસ દ્વારા પાટણ,બનાસ કાંઠા,અમદાવાદ અને ભરૃચ ખાતેથી જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ઉભું કરવા કામે લાગેલા ૧૩ આતંકીઓને ઝડપી પાડી તેમની પાસેથી મોટાપ્રમાણમાં જેહાદી સામગ્રી,ઝંડા અને કુખ્યાત આતંકવાદી મૌલાના મસુદ અઝહરના પત્રો કબજે કર્યા હતા.આતંકીઓએ ત્રણ વર્ષ દરમિયાન આઠ વાર બ્લાસ્ટના ટેસ્ટિંગ પણ કર્યા હોવાની વિગતો બહાર આવતાં પોલીસ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
પોલીસની તપાસમાં પાકિસ્તાની હેન્ડલરનું પણ નામ બહાર આવ્યું હતું અને ગુજરાતમાં સ્લીપર સેલ પણ સક્રિય કરવાની યોજના હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે આતંકીઓની ગતિવિધિઓની વિગતો પર નજર રાખતાં ચારેક મહિના પહેલાં વડોદરામાં કાશ્મીરી યુવક સાથે એક મીટિંગ યોજાઇ હોવાની વિગતો બહાર આવી હતી.
આ પૈકી અહમદ ગાજીવાલા (નંદાસણ, મહેસાણા)એ કાશ્મીરી યુવક સાથે મીટિંગ કર્યા બાદ વડોદરાની સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા તેના ગામના પરિચિતને પણ મળ્યો હોવાની માહિતી ખૂલી હતી.જેથી એટીએસની ટીમે હોટલમાં તપાસ કરી વિગતો મેળવી હતી. જો કે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતો હોટલનો કર્મચારી ચારેક મહિનાથી નોકરી છોડીને જતો રહ્યો હોવાની માહિતી મળી છે.જેથી પોલીસ તેની પણ વિગતો મેળવી રહી છે.
વડોદરામાં રોજી માટે આવતા કાશ્મીરી યુવકો ગુનાના માર્ગે, વડોદરાના
સમા માં વૃધ્ધ દંપતીને લૂંટી લેવાના બનાવમાં કાશ્મીરી પકડાયો હતો
વડોદરા અને અન્ય શહેરોમાં રોજી માટે આવતા કેટલાક કાશ્મીરી યુવકો ગુનાઇત પ્રવૃત્તિમાં સામેલ થતા હોવાના કિસ્સા પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે.
વડોદરા અને અન્ય શહેરોમાં રોજી માટેૈ કાશ્મીરથી આવતા અને તેની આડમાં ગુનાઇત કૃત્યો કરતા કેટલાક યુવકો પર પણ નજર રાખવી જરૃરી બન્યું છે.
ત્રણ મહિના પહેલાં જ સમાના સંતોષી નગરમાં ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્નીને બંધક બનાવીને રોકડ અને દસ તોલા દાગીના લૂંટવાના બનાવમાં ફતેગંજ પોલીસે સૂત્રધાર મુદસર અહેમદ ઉર્ફે વાહિદ મીર(બારા મુલ્લા),બલકારસિંગ અને બલવીન્દરસિંગની સંધુની ધરપકડ કરી હતી.જેમાં મુદસરના ભાગે રોકડા ૨૦ હજાર,ચેઇન અને એટીએમ કાર્ડ આવ્યા હતા.પરંતુ તે વતનમાં પહોંચે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડી બીજા પણ સાગરીતોને ઝડપી લીધા હતા.









