ડભોઇ રોડ પર બે જૂથ વચ્ચે મારામારીમાં ચારને ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇરોડ પર નજીવી બાબતે તકરાર થતા બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. વાડી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇરોડ ભારતવાડીમાં રહેતા શ્રમજીવી મનીષ છગનભાઇ લાકડીવાલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે હું જમીને ભારતવાડી મેદાનમાં જતો હતો. તે સમયે શંકરભાઇ તથા અક્ષયે આવીને જણાવ્યું કે, તું દાદા થઇ ગયો છે, બધાને હેરાન કરે છે. મેં એવો જવાબ આપ્યો કે,હું કોઇ દાદા નથી. મારી વાત સાંભળીને શંકરભાઇ,અક્ષય તથા શૈલેષે હુમલો કર્યો હતો. મારો ભાઇ છોડાવવા આવતા તેના પર પણ હુમલો કરી ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે શંકરભાઇ કિશનભાઇ સપકાળે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મનીષ, પ્રકાશ તથા અક્ષયે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. પાઇપથી થયેલા હુમલામાં મને હાથ પર ફ્રેક્ચર થયું હતું.









