Baroda

કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓ પાસે પ્રેઝન્ટેશન કરાવાયું

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં FYના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત પ્રેઝન્ટેશન આપ્યું. સેમેસ્ટરના અંતે 25 માર્ક્સ હાજરી અને પ્રવૃત્તિના મળવાના હોવાથી, 400 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન કર્યું. 20 દિવસ ચાલનારા આ પ્રેઝન્ટેશનમાં વિષયની સમજ, ભાષા અને આત્મવિશ્વાસના આધારે 15માંથી માર્ક્સ અપાશે. આનાથી વર્ગમાં 85%થી વધુ હાજરી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓ પાસે પ્રેઝન્ટેશન કરાવાયું

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓને સેમેસ્ટરના અંતે ૨૫ માર્કસ હાજરી અને પ્રેઝન્ટેશન સહિતની પ્રવૃત્તિના આપવામાં આવશે તેવી જાહેરાત પ્રવેશ કાર્યવાહી સમયે કરવામાં આવી હતી.
જેના ભાગરુપે આજે પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતું.ફેકલ્ટી સૂત્રોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને અગાઉથી ૧૦ ટોપિક આપી દેવામાં આવ્યા હતા.જેમાંથી એક પર તેમને પ્રેઝન્ટેશન કરવાનું હતું.પહેલા દિવસે અલગ અલગ યુનિટ પર ૪૦૦ વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતું. પ્રેઝન્ટેશન ૨૦ દિવસ સુધી ચાલનાર છે. ૯ માર્કસ વિષયની સમજ માટે, ચાર માર્કસ ભાષા, આત્મવિશ્વાસ જેવા પાસા માટે અને ૨ માર્કસ ઓવરઓલ ઈમ્પ્રેશન એમ ૧૫માંથી વિદ્યાર્થીઓને માર્કસ મળશે.કેટલાક વિદ્યાર્થીઓ તૈયારીના ભાગરુપે ઘરેથી પ્લે કાર્ડ લઈને આવ્યા હતા.ફેકલ્ટી સત્તાધીશોના દાવો છે કે, પ્રેઝન્ટેશન અને તેના કારણે મળનારા માર્કસના કારણે આજે દરેક વર્ગમાં ૮૫ ટકા કરતા વધારે હાજરી જોવા મળી હતી.જે વિદ્યાર્થીઓ હાજરી અને ઈતર પ્રવૃત્તિમાં નિયમિત હશે તેમને પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.કારણકે ૨૫ માર્કસ તો તેમાંથી જ આપવામાં આવનાર છે.એ પછી વિદ્યાર્થીને લેખિત પરીક્ષામાં ઓછા માર્કસ મળશે તો પણ તે ઉત્તીર્ણ થઈ શકશે.