Baroda

આખરે 4 મહિના બાદ અટકળોનો અંત,બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી 4 ઓગષ્ટે યોજાશે

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
બરોડા ડેરીમાં લાંબા સમયથી પ્રતીક્ષિત ચેરમેનની ચૂંટણી આખરે 4 ઓગસ્ટે જાહેર થઈ છે. 18 માર્ચે 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 9 બિનહરીફ અને બાકીની 4 પર ભાજપના ડિરેક્ટરો ચૂંટાયા હતા. આંતરિક વિખવાદને કારણે ચૂંટણી મોડી પડી હતી. હવે ભાજપ મેન્ડેટ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન નિયુક્ત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આખરે 4 મહિના બાદ અટકળોનો અંત,બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી 4 ઓગષ્ટે યોજાશે

બરોડા ડેરીમાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ચેરમેનની ચૂંટણી આખરે તા.૪થી ઓગષ્ટે જાહેર કરવામાં આવી છે.
બરોડા ડેરીની તા.૧૮મી માર્ચે ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી.પરંતુ તેમાંથી ૯ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને બાકીની ચાર બેઠકો પર પણ ભાજપના જ ડિરેક્ટરો ચૂંટાયા હતા.આ પૈકી ૧૨ ડિરેક્ટર રિપીટ થયા હતા.જ્યારે ડેસર ઝોનમાંથી સાવલીના ધારાસભ્યના નિકટના સૂરપાલસિંહ પરમાર વિજયી બન્યા હતા.
જો કે આંતરિક વિખવાદને કારણે ચેરમેનની ચૂંટણી જાહેર કરાતી નહતી.જેથી પશુપાલકો અને રાજકીય મોરચે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.આખરે ડેરીના ચેરમેનની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરાતાં ભાજપ દ્વારા સેન્સ લઇ મેન્ડેટ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન નિયુક્ત કરવામાં આવશે.