ઓનર્સના ચોથા વર્ષમાં સરકારે સૂચવેલો કોર્સ ભણાવવા સામે ફેકલ્ટી ડીનો નારાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ઓનર્સના ચોથા વર્ષનું શિક્ષણ શરુ થતાની સાથે જ વિવાદ સર્જાયો છે.યુનિવર્સિટીની ફેકલ્ટીઓએ સરકારે સૂચવેલા કોર્સને ભણાવવાની સામે નારાજગી દર્શાવી છે.
સૂત્રોમાંથી મળતી જાણકારી પ્રમાણે ઓનર્સના ચોથા વર્ષમાં સરકારે બે ક્રેડિટનો રિસર્ચ મેથડોલોજીનો કોર્સ ભણાવવા માટે યુનિવર્સિટીઓને સૂચના આપી છે.આ માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે બોલાવેલી તમામ ફેકલ્ટી ડીનોની બેઠકમાં તડાફડી થઈ હતી.આ મુદ્દે ઘણા ડીનોએ નારાજગી વ્યક્ત કરી હતી.કેટલાકની દલીલ હતી કે, અમારી ફેકલ્ટીમાં ઓનર્સના ચોથા વર્ષનો અભ્યાસક્રમ ૬ મહિના પહેલા નક્કી થઈ ગયો છે.ઉપરાંત અમે ચોથા વર્ષમાં રિસર્ચ આધારિત અભ્યાસક્રમ ભણાવવાનો નથી.જેના કારણે સરકારને સૂચવેલો કોર્સ અભ્યાસક્રમમાં સામેલ કરવો મુશ્કેલ છે.આ મુદ્દે લાંબી ચર્ચા અને તડાફડી થઈ હતી.એ પછી સત્તાધીશોએ આ કોર્સ ભણાવવો કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડવાનું નક્કી કર્યું હતું.જાણવા મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીની સૌથી મોટી ત્રણ ફેકલ્ટીઓ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીએ આ કોર્સ નહીં ભણાવવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ ઓનર્સના વિદ્યાર્થીઓને ફી ભરવામાં પણ સમસ્યા નડી રહી છે.જેના કારણે પણ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે.









