અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અનુસાર સતત કેસો ચાલુ રાખ્યા છે. ગઈકાલે હરણી રોડ ઉપર 42 લાખનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ અકોટા પોલીસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડીલીવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડયો છે.
અકોટા ગાર્ડન પાસે એક યુવક હાઈબ્રીડ ગાંજો લઈ આવનાર હોવાની વિગતો મળતા અકોટા પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બલેનો કાર લઈ આવેલા શકમંદ યુવકને પોલીસે ઘેરી લઈ તપાસતા તેની પાસેથી રૂ.3.78 લાખનો 108 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકનું નામ ઋષભ સુનિલભાઈ શાહ (ત્રીજા માળે, જગન્નાથપુરમ સોસાયટી, લાલબાગ, વડોદરા, મૂળ રહે-મહાવીર સ્વામીની પોળ, રાવપુરા) હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેની પાસેની કાર અને મોબાઈલ મળી રૂ.9 લાખ ઉપરાંતની મતા કબજે કરી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે મુદ્દે તપાસ હાથ ધરી છે.









