Baroda

વરસાદી પાણીનો ભરાવો રોકવા ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાઈ

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા મ્યુનિ. કોર્પોરેશને તૈયારીઓ કરી છે. શહેરમાં 74 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને 14 સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ભારે વરસાદમાં કાર્યરત રાખવા બાયપાસ સિસ્ટમ, હાઈ-કેપેસિટી પંપ અને પાવર બેકઅપની વ્યવસ્થા ગોઠવાઈ છે. 12 સ્થળોએ બાયપાસ વાલ્વ સિસ્ટમ અને 16 મુખ્ય પમ્પિંગ સ્ટેશનો પર વધારાના પંપ સ્ટેન્ડબાય રખાયા છે. વીજ પુરવઠા માટે 37 સ્થળોએ કાયમી અને 21 મોબાઈલ ડીજી સેટ ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી પાણીનો ભરાવો રોકવા ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાઈ

ચોમાસાની તુમાં શહેરમાં પાણી ભરાવો અને ડ્રેનેજ બેક મારવાની સમસ્યા અટકાવવા મ્યુનિ. કોર્પોરેશનના ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ સુવેઝ વિભાગે ૭૪ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન (એ.પી.એસ.) અને ૧૪ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી)ને ભારે વરસાદ દરમિયાન સતત કાર્યરત રાખવા માટે બાયપાસ સિસ્ટમ, વધારાના હાઈ-કેપેસિટી પંપ અને પાવર બેકઅપની સુવિધા ઊભી કરાઈ છે.

ભારે વરસાદ દરમિયાન ડ્રેનેજ લાઈનોમાં વરસાદી પાણીનું પ્રમાણ વધી જતાં પમ્પિંગ સ્ટેશનના ભૂગર્ભ ટાંકા પર ભારણ વધે છે અને ઓવરફ્લો થવાની શક્યતા રહે છે. આ સ્થિતિને પહોંચી વળવા શહેરના ૧૨ સ્થળોએ બાયપાસ વાલ્વ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ છે, જેથી વધારાનું પાણી સીધું નદી અથવા કાંસમાં વાળીને ડ્રેનેજ નેટવર્ક પરનું દબાણ ઘટાડી શકાય.

આ ઉપરાંત શહેરના ૧૬ મુખ્ય પમ્પિંગ સ્ટેશનો પર વધારાના બાયપાસ પંપ સ્ટેન્ડબાય રખાયા છે. વેસ્ટ, ઇસ્ટ, સાઉથ અને નોર્થ ઝોનના વિવિધ પમ્પિંગ સ્ટેશનો પર જરૃરિયાત મુજબ હાઈ-કેપેસિટી પંપની ગોઠવણ કરાઈ છે.

વીજ પુરવઠો ખોરવાય તો ૭૪માંથી ૩૭ પમ્પિંગ સ્ટેશનો પર કાયમી ડીજી સેટ (ડીઝલ જનરેટર) ઉપલબ્ધ છે. ઉપરાંત ૨૧ મોબાઇલ ડીજી સેટ ( ટ્રોલી પરના જનરેટર) પણ તૈયાર રખાયા છે.  ચોમાસાને ધ્યાને લેતા તમામ પમ્પિંગ સ્ટેશનો પર ૨૪ કલાક સતત મોનિટરિંગ કરાશે, જેથી વરસાદ શરૃ થતાં જ જરૃરી મશીનરી અને પંપ તાત્કાલિક કાર્યરત કરી શકાય, તેમ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.