Baroda

શાળાઓની ડિમોલિશન અને બાંધકામ પ્રક્રિયાના કારણે પરેશાની

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિ. કોર્પોરેશનની વડી કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કોર્પોરેશન અને સમિતિ વચ્ચે સંકલન માટે માર્ગદર્શિકા બનાવવાની ચર્ચા થઈ. હાલ 12 શાળાઓ ડિમોલિશન હેઠળ છે, જેથી વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સ્થળાંતર કરવું પડ્યું છે. ફતેગંજ અને તાંદળજાની 4 જર્જરિત શાળાઓની પણ સમીક્ષા થઈ. સમારકામ શક્ય હોય ત્યાં રિપેરિંગ અને જોખમી શાળાઓનું ડિમોલિશન કરવા ચર્ચા થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળાઓની ડિમોલિશન અને બાંધકામ પ્રક્રિયાના કારણે પરેશાની

મ્યુનિ.કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મેયરની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિના અધિકારીઓ અને હોદ્દેદારો સાથે સંકલન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મ્યુનિ.કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ વચ્ચે સંકલન માટે માર્ગદર્શિકા તૈયાર કરવા અંગે ચર્ચા થઈ છે. હાલમાં ૧૨ શાળાઓ ડિમોલિશનની પ્રક્રિયા હેઠળ છે. નવી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું હોવાથી ડિમોલિશન માટે પસંદ કરાયેલી શાળાઓના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. તેના કારણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓ થઈ રહી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ફતેગંજની મહારાણા પ્રતાપ તથા તાંદળજાની સુભાષચંદ્ર બોઝ એમ બે ઈમારતમાં આવેલી ચાર શાળાઓને મળેલી જર્જરિતની નોટિસોની પણ સમીક્ષા થઈ હતી. જે શાળાઓમાં સમારકામ શક્ય હોય ત્યાં સમારકામ હાથ ધરવા અને જે શાળાઓ જોખમી જણાય ત્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવા ચર્ચા વિચારણા થઈ છે.