Baroda

જોડાણ કર્યા નથી છતાં રૂ.20 કરોડના ખર્ચે નાખવામાં આવતી ડ્રેનેજ લાઈનમાં ગંદુ પાણી ઠલવાતા વિવાદ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ₹20 કરોડના ખર્ચે હાઈવે પાંજરાપોળથી ખોડિયારનગર સુધીની માઈક્રો ટનલ ડ્રેનેજ કામગીરીમાં કોન્ટ્રાક્ટર ડી.આર.અગ્રવાલની બેદરકારી સામે આવી છે. દોઢ વર્ષથી ચાલતા કામમાં નવી ડ્રેનેજ લાઈનમાં જોડાણો વગર જ વરસાદી ચેનલમાંથી ગંદુ પાણી ઠલવાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓ ગેરકાયદે જોડાણની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જેથી તપાસની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડાણ કર્યા નથી છતાં રૂ.20 કરોડના ખર્ચે નાખવામાં આવતી ડ્રેનેજ લાઈનમાં ગંદુ પાણી ઠલવાતા વિવાદ

Vadodara : વડોદરા શહેરમાં ઠેર-ઠેર માઈક્રો ટનલના કામોને કારણે ખોદકામ કરી દેવામાં આવ્યા છે ત્યારે હજી અનેક કામો અધૂરા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે હાઇવે પાંજરાપોળથી લઈ છેક ખોડીયાર નગર ચાર રસ્તા સુધી છેલ્લા દોઢ વર્ષથી ચાલતી ડ્રેનેજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર ડી.આર.અગ્રવાલની નિષ્કાળજી બહાર આવી છે. નવી નાખવામાં આવી રહેલી ડ્રેનેજની લાઈનમાં જોડાણો કરવામાં આવ્યા નથી તેમ છતાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજનું પાણી તેમાં ઠલવાઈ રહ્યું છે જે અંગે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.
વડોદરા શહેરમાં હાઇવે બાયપાસ પાંજરાપોળથી ખોડીયાર નગર ચાર રસ્તા સુધીની માઈક્રો ટનલની કામગીરી રૂ.20 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર ડી.આર.અગ્રવાલને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે કોન્ટ્રાક્ટરે આ વિસ્તારમાં યોગ્ય રીતે કામગીરી નહીં કરતા સ્થાનિક રહીશોએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં નવી નાખવામાં આવી રહેલી ડ્રેનેજમાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજનું ગંદુ પાણી આ ડ્રેનેજમાં ઠલવાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં ઠેર-ઠેર માઈક્રો ટનલ પદ્ધતિથી ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાથી તેઓ મનસ્વી રીતે કામ કરી રહ્યા છે બિલ ગામ વિસ્તારમાં પણ નવી ડ્રેનેજનું કામ ડી.આર.અગ્રવાલને આપવામાં આવ્યું છે. એ જ રીતે હાઇવે બાયપાસ પાંજરાપોળથી લઈ ખોડીયાર નગર ચાર રસ્તા સુધીની ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે અને બંને બાજુનો નવો બનાવેલો જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. જેને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસથી નવી નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈનમાં હજી કોઈપણ ડ્રેનેજ લાઈનનું જોડાણ આપવામાં આવ્યું નથી. તેમ છતાં તેમાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજમાં ઠલવાઈ રહ્યું છે તે ગંદુ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કેવી રીતે આવી રહ્યું છે તેની કોઈને પણ જાણકારી નથી ત્યારે જવાબદાર અધિકારીનું કહેવું છે કે આ વરસાદી ચેનલમાં કોઈએ ગેરકાયદે રીતે જોડાણ કરી દીધું હોય અને તે પાણી કોઈ જગ્યાએ ભંગાણ થવાથી આ નવી બની રહેલી ડ્રેનેજમાં ઠલવાતું હોવાની શક્યતાઓ રહેલી છે.
આજે સાંજે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો અને ડ્રેનેજનું પાણી ક્યાંથી અને ગેરકાયદે કનેક્શન લેનાર કોણ છે તેની તપાસકરવાની માંગણી કરી હતી.