મોતીબાગ ક્લબ સાથે બીસીએના સંબંધ તોડવાના નિર્ણયથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની કેરટેકર બોડીની આજે યોજાયેલી ત્રીજી બેઠકમાં છેલ્લી બેઠક બાદ થયેલા વિવિધ ખર્ચને બહાલી અપાઈ છે. ઝવેરી લીગ ટુર્નામેન્ટમાં દરેક એકેડેમી અથવા ક્લબને દરેક કેટેગરીમાં માત્ર એક જ ટીમ ઉતારવાની મંજૂરીનો નિર્ણય કરાયો છે.
સમિતિએ નોંધ્યું કે અન્ય મેદાનોની સરખામણીએ મોતીબાગ મેદાન પાછળનો ખર્ચ અસાધારણ રીતે વધુ છે. છેલ્લા કેટલાક દિવસોથી બીસીએના સ્ટાફ અને ક્યુરેટરોને મોતીબાગમાં પ્રવેશ ન મળવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
આ અંગે સચિવને મોતીબાગ ક્લબને સત્તાવાર બીસીએ સાથેની સંલગ્નતા અને તમામ ટુર્નામેન્ટમાં ભાગીદારી સમાપ્ત કરવાની જાણ કરવા તેમજ બીસીએની માલિકીના તમામ મશીનરી અને સાધનો તાત્કાલિક ખસેડવા માટે સહકાર આપવા જણાવાયું છે. આ નિર્ણયથી મોતીબાગ ક્લબના ખેલાડીઓના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યાપી છે.
સિઝન ૨૦૨૬-'૨૭ અંતર્ગત રણજી ટ્રોફી ટીમ માટે આર. પ્રસન્નાની હેડ કોચ તરીકે અને રાકેશ પટેલની પેસ બોલિંગ કોચ તરીકે નિમણૂક થઈ છે, જ્યારે અંડર-૨૩, અંડર-૧૯, અંડર-૧૬ તેમજ અંડર-૧૪ની ટીમ માટે હેડ કોચ અને બોલિંગ કોચ તરીકે નિમણૂંકો કરાઈ છે.









