Baroda

અકોટા સ્મશાન પાસે વસાહતમાંથી ગાંજા સાથે કેરિયર પકડાયો, ફરી સુરત કનેક્શન નીકળ્યું

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા: અકોટામાં પોલીસે ગઈકાલે સાંજે ગાંજો વેચતા વિશાલ કહારને ઝડપી પાડ્યો હતો. તેના ખિસ્સામાંથી 70 ગ્રામ ગાંજો અને રોકડા રૂ. 300 મળ્યા હતા. પોલીસે વિશાલનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિશાલે સુરતના મીઠી ખાડી વિસ્તારમાંથી ગાંજો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. શહેરમાં ડ્રગ્સના કેસ વધી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અકોટા સ્મશાન પાસે વસાહતમાંથી ગાંજા સાથે કેરિયર પકડાયો, ફરી સુરત કનેક્શન નીકળ્યું

Vadodara : વડોદરાના અકોટા વિસ્તારમાં પોલીસે ગઈ સાંજે ગાંજો વેચતા એક કેરિયરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસમાં દરેક પોલીસ સ્ટેશનને હવે ડ્રગ્સને લગતી કામગીરી પણ સોંપવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં અલાયદી ટીમ પણ બનાવવામાં આવી હોવાથી ડ્રગ્સના કેસ વધી રહ્યા છે.
ચાર દિવસ પહેલા અકોટા બ્રિજ નીચેથી ગાંજાનો મોટો જથ્થો પકડાયા બાદ પોલીસે અકોટા સ્મશાન પાસે આવેલી વસાહતમાં દરોડો પાડી વિશાલ બીપીનભાઈ કહારને ઝડપી પાડ્યો હતો.
પોલીસે વિશાલના ખિસ્સામાંથી રૂ.સાડા ત્રણ હજારની કિંમતનો 70 ગ્રામ ગાંજો અને વેચાણના રૂ.300 કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં વિશાલે ગાંજો સુરતના મીઠી ખાડી વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સ પાસેથી મેળવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે વિશાલનો મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે ગાંજાના અનેક કેસોમાં પકડાયેલા કેરિયર દ્વારા સુરતમાંથી અજાણ્યા શખ્સ પાસે ગાંજો લીધો હોવાની વિગતો કબૂલવામાં આવે છે. પરંતુ ત્યાર પછી પોલીસ આગળનું કનેક્શન શોધી શકતી નથી.