છોટાઉદેપુરમાં રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવારનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુરમાં રસ્તા વચ્ચે ગાય આવી જતા પટકાયેલા બાઇક સવારનું ચાર દિવસની સારવાર પછી મોત થયું છે. જ્યારે વડોદરામાં પણ રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇકસવારને ઇજા થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મકરપુરા જી.આઇ.ડી.સી. પાસે આર.કે. કોટિંગમાં રહેતો અજય રમેશભાઇ પુવાર ગઇકાલે મોડીરાત્રે સાડા અગિયાર વાગ્યે બાઇક લઇને માંજલપુર જ્યુપિટર ચોકડી પાસેથી જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તે રોડ પર પટકાતા માથા, કપાળ,હાથ પર ઇજા થઇ હતી. તેને નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, આજવારોડ દત્તપુરા પેટ્રોલ પંપ પાસે શુભ ટેનામેન્ટમાં રહેતો ગૌરાંગકુમાર શંકરભાઇ રાઠવા (ઉં.વ.૩૦) બાઇક લઇને છોટાઉદેપુરથી ગત ૧ લી તારીખે આવતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.









