Baroda

જરોદમાં ઉપદ્રવી વાંદરાને બદલે બીજો વાંદરો પાંજરે પુરાઇ ગયો,પાંચમી વ્યક્તિ પર હુમલો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
જરોદમાં આતંક મચાવનાર આક્રમક વાંદરાને પકડવા વન વિભાગે ફરી કવાયત હાથ ધરી છે. ડેરીવાળા ફળિયામાં 4 લોકોને બચકાં ભરનાર વાંદરાને બદલે બીજો વાંદરો પકડાયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની રેસ્ક્યુ ટીમે એક વાંદરાને પકડ્યો હતો, પરંતુ હુમલાખોર વાંદરો છૂટો હોવાથી ફરીથી તેને પકડવાના પ્રયાસો ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જરોદમાં ઉપદ્રવી વાંદરાને બદલે બીજો વાંદરો પાંજરે પુરાઇ ગયો,પાંચમી વ્યક્તિ પર હુમલો

જરોદમાં લોકોને બચકાં ભરનાર વાંદરાને બદલે બીજો વાંદરો પકડાઇ ગયો હોવાનું જણાતાં ફોરેસ્ટ વિભાગે ફરી વાંદરાને પકડવા કામગીરી શરૃ કરી છે.
જરોદના ડેરીવાળા ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વાંદરાના ઉપદ્રવને કારણે લોકો પરેશાન છે.વાંદરાએ ચાર જણા પર હુમલો કરતાં લોકો લાકડીઓ સાથે ફળિયામાં ફરતા નજરે પડયા હતા.
ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં વડોદરાના રેસ્ક્યૂઅર નીતિનભાઇ ટીમ સાથે પહોંચ્યા હતા અને એક વાંદરાને પાંજરે પુર્યો હતો. જો કે ત્યારપછી પણ ઇશ્વરભાઇ પાટણવાડિયા પર એક વાંદરાએ હુમલો કરતાં હુમલાખોર વાંદરો પકડાયો નહિ હોવાનું જણાઇ આવ્યું છે.જેથી ફરીથી વાંદરાને પકડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.