વડોદરામાં દશામાની આગમન યાત્રામાં જાહેર માર્ગ પર ફાયર સ્ટંટ કરવા જતા યુવાન દાઝી જતા ભાગદોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં દશામાની મૂર્તિઓની આગમન યાત્રા દરમ્યાન કેટલાક યુવાનોએ જાહેર રસ્તા પર ફાયર સ્ટંટ કરવા જતા એક યુવાન દાઝી ગયો હતો જેને કારણે આગમન યાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી.
તા.13 ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ થવાની છે, તે પૂર્વે દશામાની મૂર્તિ સ્થાપના કરવા માટે ઠેર-ઠેર આગમન યાત્રાઓ નીકળી રહી છે જેને કારણે ભક્તિનો માહોલ જામ્યો છે. ભક્તિભાવ વચ્ચે એક દશામાની આગમન યાત્રા નીકળી હતી. જે ન્યાય મંદિરથી ખંડેરાવ માર્કેટ તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક યુવાનો દ્વારા ફાયર સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા.
તે જ સમયે, સ્ટંટ કરી રહેલા યુવાનો પૈકી એક યુવાન અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. યુવાન અગ્નિની ચપેટમાં આવતા જ યાત્રામાં ભાગદોડ થઈ ગઈ હતી. યુવાન આગમાં લપેટાતા યુવાને જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં યાત્રામાં સાથે ચાલી રહેલા અને આસપાસના અન્ય લોકો તથા યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.લોકોએ સમજદારીપૂર્વક યુવાન પરની આગ પર કાબૂ મેળવી લીધો હતો.









