Baroda

વરસાદી માહોલ વચ્ચે વાઘોડિયાની ફાર્મા કંપનીમાં રાત્રે ભીષણ આગ

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા સ્થિત સિદ્ધિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી અમર સર્જિકલ કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. વરસાદી વાતાવરણ છતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની 3 ટીમોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા નુકસાનની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી માહોલ વચ્ચે વાઘોડિયાની ફાર્મા કંપનીમાં રાત્રે ભીષણ આગ

વાઘોડિયા ખાતે ગઇ રાત્રે અમર સર્જિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી.આગને કાબૂમાં લેતાં ખાસ્સો સમય લાગતાં ભારે નુકસાન થયું હોવાનું મનાય છે.
વાઘોડિયાની સિધ્ધિ ઇન્સ્ટ્રિઅલ એસ્ટેટમાં આવેલી ફાર્મા કંપનીમાં ગઇરાત્રે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.વરસાદી માહોલ હોવા છતાં આગ ખૂબ તીવ્ર ગતિએ ફેલાઇ ગઇ હતી.પરિણામે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તેમજ પોલીસ પણ આવી ગઇ હતી.
ફાયર બ્રિગેડની ત્રણ ટીમ દ્વારા લગભગ ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.સારાનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થયાના કોઇ અહેવાલ નથી.