Baroda

ગોત્રીમાં મંદિર નિર્માણના મુદ્દે એક જ કોમના બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં હુમલો,સામસામે ફરિયાદ

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
ગોત્રીની અર્બન રેસિડેન્સી-8માં મંદિર નિર્માણ મુદ્દે બોલાચાલી બાદ હુમલો થયો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરો પર હુમલાનો આક્ષેપ છે. પોલીસે સ્થિતિ થાળે પાડી હતી. આ ઘટનામાં સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ચેતનભાઈએ માર માર્યાનો અને નીતુ રાજપૂતે પોતાના છોકરાને માર માર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બંને પક્ષે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીમાં મંદિર નિર્માણના મુદ્દે એક જ કોમના બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં હુમલો,સામસામે ફરિયાદ

ગોત્રીની અર્બન રેસિડેન્સીમાં મંદિર નિર્માણના મુદ્દે થયેલી બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનતાં ગોત્રી પોલીસને સ્થિતિ સંભાળતા નાકે દમ આવી ગયો હતો. બનાવને પગલે એક જ કોમના બે પક્ષ વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઇ છે.જેમાં હિન્દુ સંગઠનના કાર્યકરો પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગોત્રીની અર્બન રેસિડેન્સી-૮ ખાતે મંદિર નિર્માણ કરવાનું હોવાથી સહી ઝુંબેશ કરવામાં આવી હતી અને ગોત્રી પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.જે દરમિયાન કોઇ કારણસર ગઇરાત્રે બોલાચાલી થતાં પોલીસ દોડી આવી હતી અને તેમની સામે પણ ઝપાઝપી થઇ હતી.ત્યારબાદ પીઆઇ એચબી ચાવડા અને ટીમે માંડમાંડ સ્થિતિ થાળે પાડી હતી.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે જુદીજુદી બે ફરિયાદ નોંધી છે.જેમાં એક ફરિયાદમાં ચેતનભાઇએ તેમની સાથે અપમાનજનક વર્તન કરી નારાયણ રાજપૂત,સંજય ચૌહાણ,ધુ્રતી ચૌહાણ,રાજેશ પઢિયાર,નીતુ રાજપૂત અને પાછળથી આવેલા જગદીશ કિશનભાઇએ માર માર્યો હોવાનું જણાવ્યું છે.જ્યારે સામે પક્ષે નીતુ રાજપૂતે સવિતાબેન રોહિત સામે નોંધાવેલી ફરિયાદમાં મંદિર નિર્માણ બાબતે મારા છોકરાને કેમ માર માર્યો તેમ કહી માર માર્યાનું કહેવાયું છે.પોલીસે બંને પક્ષે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.