Baroda

વડોદરાની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વેપારીઓ વચ્ચે ઘર્ષણ

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના સયાજીગંજ સ્થિત કડક બજારમાં શનિવારે કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ભારે હોબાળો થયો. મુખ્ય માર્ગ પરના દબાણ અને લારી-પથારાને કારણે ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદો બાદ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. વેપારીઓએ અધિકારીઓનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો, જેનાથી ઘર્ષણ થયું. પરિસ્થિતિ વણસતા ટ્રક ડ્રાઈવરને ટ્રક મૂકી જવું પડ્યું. કોર્પોરેશને કેરેટ, શેડ સહિતનો માલ જપ્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વેપારીઓ વચ્ચે ઘર્ષણ

Vadodara Corporation : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં આજે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ અને લારી-પથારાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદોને આધારે કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં જ કેટલાક વેપારીઓ એકત્ર થઈ અધિકારીઓ અને કર્મચારીઓનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થળ પર ભારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતાં માહોલ તંગ બન્યો હતો.
પરિસ્થિતિ એટલી વણસી હતી કે કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા માલસામાન ભરેલી ટ્રકનો ડ્રાઇવરને ટ્રક સ્થળ પર જ મૂકી ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે કામગીરી પણ પ્રભાવિત થઈ હતી.
કોર્પોરેશનની ટીમે કાર્યવાહી દરમિયાન કડક બજારમાંથી દબાણરૂપે મુકાયેલા કેરેટ, શેડ તેમજ અન્ય પરચુરણ સામાન જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર કરવામાં આવેલા દબાણને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે કડક બજારમાં દબાણનો મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વેપારીઓ અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની ચૂકી છે. અનેક વખત કાર્યવાહી છતાં દબાણ ફરી ઊભું થઈ જતું હોવાથી કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.