Baroda
વડોદરાના સમા સાવલી રોડ ઉપર હોટલમાંથી નીચે ઉતારતા લિફ્ટમાં ફસાયેલી 7 મહિલાઓનું રેસ્ક્યુ
By GS Team
3 Aug 20261 min read
વડોદરાના સમા-સાવલી રોડ પર કેનાલ નજીકની બિલ્ડિંગમાં ગઈકાલે રાત્રે 7 મહિલાઓ લિફ્ટમાં ફસાઈ હતી. હોટલમાંથી પરત ફરતી વખતે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં મહિલાઓ ગભરાઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતાં છાણી ટીપી 13ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે લિફ્ટનો દરવાજો ખોલી તમામ મહિલાઓને સહીસલામત બહાર કાઢી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના સમા સાવલી રોડ ઉપર ગઈકાલે રાત્રે લિફ્ટમાં ફસાયેલી મહિલાઓનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સમાસાવલી રોડ ઉપર કેનાલ નજીક આવેલી બિલ્ડિંગમાં મહિલાઓનું એક ગ્રુપ હોટલમાં ગયું હતું અને ત્યાંથી પરત ફરી રહ્યું હતું તે દરમિયાન અચાનક લિફ્ટ બંધ થઈ જતા મહિલાઓ ફસાઈ હતી.
વડોદરા ફાયર બ્રિગેડને 10 મહિલા ફસાયો હોવાનો કોલ મળ્યો હતો. જેથી છાણી ટીપી 13 ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને લિફ્ટનો દરવાજો ખોલી મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. લિફ્ટમાં સાત મહિલાઓ હાજર હતી અને તમામને સહી સલામત રીતે તેમને બહાર કાઢવામાં આવી હતી.