Baroda

વડોદરા પશ્ચિમ રેલવે ડિવિઝનની માલ લોડિંગમાં 4.6 ટકા વૃદ્ધિ: નવા ડેસ્ટિનેશન માટે પ્રથમ રેક રવાના

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.39 મિલિયન ટન માલનું લોડિંગ કરી 4.6% વૃદ્ધિ નોંધાવી છે. પેટ્રોલિયમ, કોલસો, ખાતર અને કન્ટેનરના લોડિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. 17 જુલાઈ, 2026ના રોજ ગોઠાણથી મધ્ય રેલવેના એમિરેટ્સ ટર્મિનલ્સ માટે હોટ રોલ્ડ સ્ટીલ કોઈલની પ્રથમ લોડિંગ સફળતાપૂર્વક શરૂ કરાઈ, જેમાંથી આશરે ₹28 લાખનું ભાડું મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પશ્ચિમ રેલવે ડિવિઝનની માલ લોડિંગમાં 4.6 ટકા વૃદ્ધિ: નવા ડેસ્ટિનેશન માટે પ્રથમ રેક રવાના

Vadodara: પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલ પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન વિભાગે કુલ 3.39 મિલિયન ટન માલનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 4.6 ટકાનો વધારો દર્શાવે છે.

જૂન 2025ની સરખામણીએ જૂન 2026 દરમિયાન વિવિધ મુખ્ય ચીજવસ્તુઓના માલ લોડિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પેટ્રોલિયમ, તેલ પદાર્થોનું લોડિંગ 160 રેકથી વધીને 247 રેક, કોલસાનું 97થી 140 રેક, ખાતરનું 78થી 124 રેક તેમજ કન્ટેનરનું લોડિંગ 148થી વધીને 218 રેક થયું છે.

વડોદરા વિભાગે 17 જુલાઈ, 2026ના રોજ ગોઠાણ ગામ સ્થિત ગતિ શક્તિ બહુવિધ પરિવહન માલ ટર્મિનલ પરથી મધ્ય રેલવેના એમિરેટ્સ ટર્મિનલ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે 46 માલવેગનોની નવા ગંતવ્ય માટેની પ્રથમ લોડિંગ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હતી. આ માલગાડી મારફતે હોટ રોલ્ડ સ્ટીલ કોઈલનું પરિવહન કરવામાં આવ્યું છે.

આ માલગાડી 388.03 કિલોમીટરનું અંતર કાપશે અને તેના દ્વારા રેલવેને અંદાજે રૂ. 28 લાખનું માલભાડું પ્રાપ્ત થવાની અપેક્ષા છે.