Baroda

વડોદરામાં 1 મહિનામાં 1,890 વાહનચાલકોને ઓવરસ્પીડનો રૂ.42.86 લાખ દંડ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ટ્રાફિક પોલીસે બેફામ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરી છે. એક મહિનામાં 1,890 વાહનચાલકોને ઓવરસ્પીડ બદલ 42.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રસ્તાઓ પર વધતી ઝડપને કારણે અકસ્માતોમાં 86 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પીડગનથી કરાયેલી કાર્યવાહીમાં 1,853 કારચાલકોને 41.44 લાખનો દંડ થયો. હાઈવે પર 1,138 કેસ નોંધાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં 1 મહિનામાં 1,890 વાહનચાલકોને ઓવરસ્પીડનો રૂ.42.86 લાખ દંડ

Vadodara : માર્ગ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર એવા બેફામ વાહન ડ્રાઇવિંગ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી સ્પીડગન કાર્યવાહીનો મોટો આંકડો સામે આવ્યો છે. એક મહિના દરમિયાન શહેરમાં ઓવરસ્પીડ વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી કુલ 1,890 વાહન ચાલકોને 42.86 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. નવા ફ્લાયઓવર, પહોળા રસ્તા અને ઝડપી કનેક્ટિવિટીના કારણે વાહનચાલકો ઘણીવાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા જોવા મળે છે. છ મહિના દરમિયાન વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતના કેસમાં 86 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહન અકસ્માત માટે સૌથી વધુ જવાબદાર પરિબળ ઓવર સ્પીડ છે. જેની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનાની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેના આંકડા દર્શાવે છે કે રસ્તાઓ પર ઝડપનો પ્રશ્ન હજી પણ ગંભીર અને જીવલેણ છે. પોલીસ દ્વારા અવાર-નવાર જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે. તેમ છતાં રોડ પર કેટલાક વાહન ચાલકો બેફામ અને પૂરઝડપે વાહનો ચલાવતા હોય છે. સ્પીડગન મારફતે કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ 1,853 કેસ કાર ચાલકો સામે નોંધાયા છે. જેમને કુલ 41.44 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય 33 વાહનચાલકોને રૂ.1.36 લાખનો દંડ કરાયો છે. જેમાં ટુ અને થ્રી વ્હીલર વાહનો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કુલ કેસના 1,138 કેસ હાઇવે પર થયા છે.

ક્રમ વાહનનો પ્રકાર સ્પીડ લિમિટ
(1) 8 સીટવાળા વાહનો 80
(2) 9 થી વધુ સીટવાળા વાહનો 6
(3) ભારદારી અને મધ્યમ માલવાહક વાહનો 60
(4) ટુ વ્હીલર 60
(5) થ્રી વ્હીલર 50

હાઇવે પર કરાયેલા ઓવર સ્પીડ કાર્યવાહીના આંકડા
કાર-1138-રૂ.25,74,000
ટુ વ્હીલર-2-રૂ.3,000
થ્રી વ્હીલર-33-રૂ.1,36,000

છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ તો જૂન મહિનામાં જીવલેણ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો
2024-1720, 2025-1920, 2026-13

ચાર દરવાજા વિસ્તારમાં તમામ વાહનો માટે સ્પીડ લિમિટ 30 કિ.મી.ની
માંડવી ચાર દરવાજા, કાલાઘોડાથી રેલવે સ્ટેશન, ચોખંડી નાની શાકમાર્કેટથી ગેંડીગેટ દરવાજા, નવાબજાર સર્કલથી ગાંધીગનર ગૃહથી લહેરીપુરા, વીરભગતસિંહ ચોકથી જયરત્ન બિલ્ડિંગ વાળા રોડ પર તમામ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ 30 કિ.મી.પ્રતિ કલાકની નિયત કરાઇ છે.