Baroda

સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, હવે ઓન ધ સ્પોટ એડમિશન

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં FYના શિક્ષણ સાથે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1657 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ખાલી બેઠકો પર 15 જુલાઈ સુધી 'ઓન ધ સ્પોટ' એડમિશન અપાશે. પૂરક પરીક્ષા પાસ કરનારને લાભ મળશે. બોટની, મેથ્સ સહિતના વિભાગોમાં વહેલા તે પહેલાના ધોરણે સવારે 11 થી 2 દરમિયાન પ્રવેશ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, હવે ઓન ધ સ્પોટ એડમિશન

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફવાયનું શિક્ષણ શરુ થયું છે અને સાથે સાથે એફવાયની પ્રવેશ કાર્યવાહી પણ ચાલી રહી છે.અત્યાર સુધીમાં એફવાયમાં ૧૬૫૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
જોકે હવે જે ખાલી બેઠકો છે તેના પર ફેકલ્ટી સત્તાધીશોએ તા.૧૫ જુલાઈ સુધી ઓન ધ સ્પોટ એડમિશન આપવાનું નક્કી કર્યું છે.જેનાથી પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે, બોટની, મેથેમેટિક્સ, જિઓલોજી, જિઓગ્રાફી, સ્ટેટિસ્ટિકસ, એન્વાર્યમેન્ટ સાયન્સ, કેમેસ્ટ્રી( હાયર પેમેન્ટ) વિભાગમાં ખાલી બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આ માટે વિદ્યાર્થીઓએ જરુરી ઓરિજિનલ ડોક્યુમેન્ટસ તથા પહેલા ફેઝમાં જીકાસમાં એપ્લાય કર્યું હોય તો તેના ફોર્મની કોપી સાથે આવવાનું રહેશે.
ઉપરાંત અગાઉ કોઈ જગ્યાએ પ્રવેશ લીધો હોય તો તે રદ કરાવવાનો રહેશે.જીકાસમાં જેમણે રજિસ્ટ્રેશન નથી કર્યું તે પણ પ્રવેશ માટે સંપર્ક કરી શકે છે.તેમનું ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવાશે.પ્રવેશની કાર્યવાહી રોજ સવારે ૧૧ થી ૨ દરમિયાન થશે.