Baroda

જુદાજુદા દેશોમાંવર્ક પરમિટના નામે 10 યુવકો સાથે 5.25 લાખની છેતરપિંડી

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
કારેલીબાગની ઠગાઈ બાદ વડોદરામાં વધુ એક વિઝા કન્સલ્ટન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સુભાનપુરાની વિઝિટન્ટ સર્વિસ પ્રા.લિ.ના સંચાલકો નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિન્દેએ 10 યુવકોને વિદેશ મોકલવાના બહાને ₹5.25 લાખની ઠગાઈ કરી. શિક્ષક રીતેશ રંજનસિંહાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુદાજુદા દેશોમાંવર્ક પરમિટના નામે 10 યુવકો સાથે 5.25 લાખની છેતરપિંડી

કારેલીબાગની અક્ષર ફોરેન એજ્યુકેશન નામની વિઝા કન્સલન્ટન્સીના સંચાલક અતીત બારોટ સામે ગઇકાલે ૧૮ યુવકોએ રૃ.૨.૩૧ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ સુભાનપુરાના વધુ એક વિઝા કન્સલટન્ટ સામે દસ યુવકોને વિદેશ મોકલવાના નામે રૃ.૫.૨૫ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
યુવકોને વિદેશ મોકલવા માટે તૈયારી કરાવતા શિક્ષક રીતેશ રંજનસિંહા(ઘોડાસર, અમદાવાદ)એ પોલીસને કહ્યું છે કે,બે વર્ષ પહેલાં મારા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિઝા બાબતે રજૂઆત કરતાં મેં ઓનલાઇન તપાસ કરી સુભાનપુરાના જાનકી નગર ખાતે આવેલી વિઝિટન્ટ સર્વિસ પ્રા.લિ.ની ઓફિસમાં રીતુ નામની કર્મચારીનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ ઓફિસના સંચાલક નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિન્દેએ ભાર્ગવ રાવલ નામના વિદ્યાર્થી ને હંગેરી મોકલવા માટે રૃ.૫ લાખ નક્કી કરી પ્રોસેસ કર્યો હતો અને રૃ.૧લાખ લીધા હતા.પરંતુ તેમણે વારંવાર બહાના બતાવી ઇટલી અને ગ્રીસ દેશમાં મોકલવાની કાર્યવાહી કરી રહ્યા હોવાનું કહ્યું હતું,પરંતુ હજી સુધી તેને મોકલ્યો નથી.
આવી જ રીતે બીજા આઠ વિદ્યાર્થીઓને વ્યક્તિ દીઠ રૃ.છ લાખ નક્કી કરી સ્લોવેકિયા દેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે રૃ.૩.૭૫ લાખ પડાવ્યા હતા.પરંતુ તેમને પણ મોકલ્યા નથી.જ્યારે ગોરવાના ઝવેરપાર્કમાં રહેતા જીગર જીયાવિયા પાસે પણ રૃ.દોઢ લાખ પડાવી લીધા છે.આ પૈકી બંને સંચાલકોએ રૃ.એક લાખ પરત આપ્યા છે અને બાકીની રકમ પરત કરી નથી કે વર્ક પરમિટ પણ અપાવી નથી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.