Get The App

શું તમારા ઘરમાં પણ ઓપન કિચન છે? જાણો વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
Open Kitchen

Vastu For Open Kitchen: આજકાલ મોટાભાગના લોકો ઘર બનાવતી વખતે ઓપન કિચન રાખવું પસંદ કરી રહ્યા છે. પરંપરાગત દિવાલોવાળા કિચનને બદલે, હવે એવા કિચન ટ્રેન્ડમાં છે જે સીધા લિવિંગ અથવા ડાઇનિંગ એરિયા સાથે જોડાય છે. આનાથી ઘર મોટું અને મોર્ડન લાગે છે. આ સાથે રસોઈ બનાવતી વખતે પરિવાર અને મહેમાનો સાથે વાતચીત પણ કરી શકાય છે. પરંતુ જ્યાં સુવિધા છે, ત્યાં થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોડું અગ્નિ તત્ત્વનું ઘર છે, તેથી ઓપન કિચન બનાવતી વખતે ઘરમાં શાંતિ અને ખુશી જાળવવા માટે ઉર્જા સંતુલન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ, જો તમારા ઘરમાં ઓપન કિચન છે તો જાણો વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો.

પાણી અને અગ્નિને સામ-સામે ન રાખો

ઓપન કિચન સૌથી મહત્ત્વનું છે સિંક અને ગેસ સ્ટવનું યોગ્ય સ્થાન. વાસ્તુ અનુસાર, પાણી અને અગ્નિ વિરોધી તત્ત્વો છે, તેથી તેમને એકબીજાની બાજુમાં સીધા ન મૂકવા જોઈએ. જો તમારે તેમને એકબીજાની નજીક રાખવા જ પડે તો લાકડા, માટી અથવા સિરામિકથી બનેલી કોઈ વસ્તુ તેની વચ્ચે મૂકો. આનાથી વિરોધાભાસી ઊર્જા ઓછી થાય છે.

કિચનની સીમ આવશ્યક બનાવી

ઓપન કિચનમાં દીવાર હોતી નથી, પરંતુ તેનો એવો મતલબ નથી કે તેની કોઈ સીમા નથી. કોશિશ કરો કે કિચનનો વર્ક એરિયા અલગ અને વ્યવસ્થિત દેખાય. તમે તેને ફોલ્સ સીલિંગ, અલગ ફ્લોરિંગ પેટર્ન, હળવા પાર્ટીશનથી સીમા બનાવી શકો છો. તેમજ કિચનનો વપરાશ ન કરતાં હોય ત્યારે પડદાનો પણ ઉપયોગ કરી શકો છો. જે કિચનની ઉર્જાને આખા ઘરમાં અનિયંત્રિત રીતે ફેલાવતા અટકાવશે.

યોગ્ય દિશામાં ગેસ સ્ટોવ રાખવું

વાસ્તુ અનુસાર, ગેસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ દિશમાં રાખવાથી તેને શુભ માનવામાં આવે છે. જમવાનું બનાવતી વખતે તમારું મોં પૂર્વ દિશા તરફ હોવુ હિતાવહ છે. જો કિચન યોગ્ય દિશામાં નથી તો દક્ષિણ-પૂર્વ ખૂણામાં લાલ રંગનો બલ્બ અમુક સમય માટે ચાલુ કરવો લાભકારી માનવામાં આવે છે.

આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્રગ્રહણ બાદ ભૂલેચૂકે પણ ઘરમાં આ કામ ન કરતાં! જાણો મંદિર શુદ્ધ કરવાનો અચૂક ઉપાય

રંગ અને લાઈટિંગ પર ધ્યાન આપવું

ઓપન કિચન માટે ક્રીમ, આછો પીળો, પીચ અથવા આછો નારંગી જેવા સોફ્ટ રંગો શ્રેષ્ઠ છે. ખૂબ જ ઘાટા અથવા ભડાકેદાર રંગો ઉર્જાને અસંતુલિત કરી શકે છે. કિચનમાં કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન પણ હોવું જોઈએ. ધુમાડો અને ગરમી ઘરના બાકીના ભાગમાં ફેલાતી અટકાવવા માટે ચીમની અથવા એક્ઝોસ્ટ ફેનનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.

સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જરૂરી

ઓપન કિચનને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું ખૂબ જ જરૂરી છે. ગંદા વાસણો રાતભર ન રાખો, કચરાપેટીને ઢાંકીને રાખો અને તૂટેલા વાસણો દૂર કરો. વાસ્તુ અનુસાર, સ્વચ્છ કિચન ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે.