સિંહ અને વૃશ્ચિક સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image AI |
Surya Nakshatra Parivartan 2025: સૂર્યદેવને નવ ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહોના રાજા સૂર્ય દેવ દર મહિને પોતાનું નક્ષત્ર બદલે છે. દરેક ગ્રહોમાં સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે બધી રાશિઓ અને સમગ્ર દેશ અને વિશ્વને અસર કરે છે. દૃક પંચાંગ અનુસાર સૂર્ય 19 નવેમ્બરે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 2 ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશ. હાલમાં સૂર્ય વિશાખા નક્ષત્રમાં બિરાજમાન છે. જ્યોતિષીઓના મતે ભગવાન શનિ અનુરાધા નક્ષત્રના અધિપતિ છે. શનિના નક્ષત્રમાં સૂર્યદેવનો પ્રવેશ કેટલીક રાશિઓના ભાગ્ય ચમકાવશે. ચાલો જાણીએ કે, સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તનના કારણે કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.
આ પણ વાંચો: દેવદિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો પૂજન વિધિ અને શુભ મુહૂર્ત
1. મિથુન રાશિ
સૂર્યના નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે. વ્યવસાયમાં તમને નોંધપાત્ર નફો કમાવાની તક મળશે અને નવું સાહસ પણ શરૂ કરી શકે છે. તેઓ તેમની નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. પગારમાં વધારો થવાના પણ યોગ બની રહ્યા છે. નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો આવી શકે છે. વૈવાહિક જીવનમાં પણ સુધારો થઈ શકે છે. દાંપત્યજીવનમાં સુધારો આવી શકે છે. તેમજ પરિવાર સાથે સમય પણ વિતાવશો.
2. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકશો. બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જીવનમાં પૈસા આવી શકે છે, જેથી ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. તમામ અટકેલા કામ પણ પૂર્ણ થશે. કારકિર્દીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
3. વૃશ્ચિક રાશિ
સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. નવા લોકોને મળવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને પ્રફ્રુલિત રહેશે.




