Astro

સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

By GS Team
3 Nov 20254 mins read
TukuTouch Logo
નવેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ, એટલે કે 3 થી 9 નવેમ્બર, 2025 તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે. ખાસ કરીને, મેષ અને વૃશ્ચિક રાશિએ દરેક બાબતમાં ધીરજ અને તકેદારી રાખવી જરુરી છે. મિથુન રાશિએ શાંતિથી સમય પસાર કરવો. તો કર્ક રાશિએ મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. કુંભ રાશિએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

નવેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ, એટલે કે 3 થી 9 નવેમ્બર, 2025 તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે. ખાસ કરીને, મેષ અને વૃશ્ચિક રાશિએ દરેક બાબતમાં ધીરજ અને તકેદારી રાખવી જરુરી છે. મિથુન રાશિએ શાંતિથી સમય પસાર કરવો. તો કર્ક રાશિએ મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. કુંભ રાશિએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

મેષ રાશિ : 

લોકો પ્રત્યે આદરભાવ રાખવો ઇચ્છનીય છે, દરેક બાબતમાં ધીરજ અને ગણતરી કરવી હિતાવહ છે. તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો, તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ શાંતિ રાખવી.

વૃષભ રાશિ : 

મુસાફરી દરમિયાન તમારે ખોટા ખર્ચ થાય તેવી સંભાવના છે. અણધારી મુલાકાત થઈ શકે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, તેમજ ધીરજ રાખવી હિતાવહ છે.

મિથુન રાશિ : 

વાતચીતમાં આતુરતા વધુ જોવા મળી શકે, તેમાં તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

કર્ક રાશિ : 

તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો, તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે.

સિંહ રાશિ : 

કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કન્યા રાશિ : 

તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

તુલા રાશિ : 

તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. નિખાલસતા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.

વૃશ્ચિક રાશિ :

થોડી ધીરજ અને તકેદારી રાખવી. વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે

ધન રાશિ : 

નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે. તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે. 

મકર રાશિ : 

જુના પરિચિતને અચાનક મળવાના યોગ બનતા જોવા મળી રહ્યા છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે, કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.

કુંભ રાશિ : 

કોઈ કાર્ય હેતુ મુલાકાતો થઈ શકે, તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજથી બચવું.

મીન રાશિ : 

વિચારોમાં સારા પરિવર્તનના કારણે કોઈ નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.