Astro

નવા વર્ષે રાહુ બદલશે ચાલ, જાણો કઈ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે!

By GS Team
27 Dec 20252 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્ય, ભ્રમ, અચાનક પરિવર્તન અને અણધારી ઘટનાઓનો કારક માનવામાં આવે છે. આ છાયા ગ્રહ ભલે પાપી ગ્રહોની શ્રેણીમાં આવે છે, પરંતુ તેનું ગોચર ઘણીવાર જીવનમાં ચોંકાવનારા હકારાત્મક ફેરફારો લાવી શકે છે. 2026માં રાહુના ગોચરની માત્ર વ્યક્તિગત જીવન પર જ નહીં, પરંતુ સામાજિક અને વૈશ્વિક સ્તરે પણ અસર જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા વર્ષે રાહુ બદલશે ચાલ, જાણો કઈ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે!

Rahu Gochar 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્ય, ભ્રમ, અચાનક પરિવર્તન અને અણધારી ઘટનાઓનો કારક માનવામાં આવે છે. આ છાયા ગ્રહ ભલે પાપી ગ્રહોની શ્રેણીમાં આવે છે, પરંતુ તેનું ગોચર ઘણીવાર જીવનમાં ચોંકાવનારા હકારાત્મક ફેરફારો લાવી શકે છે. 2026માં રાહુના ગોચરની માત્ર વ્યક્તિગત જીવન પર જ નહીં, પરંતુ સામાજિક અને વૈશ્વિક સ્તરે પણ અસર જોવા મળી શકે છે.

વર્ષની શરૂઆતમાં રાહુ કુંભ રાશિમાં સ્થિત રહેશે, પરંતુ વર્ષના અંતિમ તબક્કામાં તે પોતાની ચાલ બદલીને શનિની રાશિ કુંભમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. કારણ કે, રાહુ વક્રી ગતિથી ચાલતો ગ્રહ હોવાથી તે હંમેશા પાછળની રાશિમાં ગોચર કરે છે. શનિના સ્વામિત્વ વાળી મકર રાશિમાં પ્રવેશ કરતા જ રાહુનો પ્રભાવ વધુ વ્યવહારુ, કર્મ પ્રધાન અને પરિણામ લક્ષી બની જાય છે. આ ગોચરનો સૌથી વધુ લાભ 12 રાશિઓમાંથી ત્રણ વિશેષ રાશિઓને મળવાની સંભાવના છે. 

વૃષભ રાશિ

રાહુનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે આર્થિક રીતે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે, રોકાણોમાંથી નફો અને આવકના નવા સ્ત્રોતો બનવાના યોગ છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાની તક મળી શકે છે, બીજી તરફ વ્યવસાયિકો માટે આ સમય વિસ્તરણ અને નવી ડીલનો છે. વિદેશ સબંધિત કાર્યોમાં પણ સફળતા મળવાના સંકેત છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોના જીવનમાં રાહુનું ગોચર કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર લઈને આવી શકે છે. મહેનતનું ફળ મળશે અને જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા, તેમને નવી ઓળખ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, નવી નોકરીની ઓફર અને કરિયરમાં સ્થિરતાના યોગ બની રહ્યા છે. આ સાથે જ આરોગ્ય સબંધિત સમસ્યાઓથી પણ રાહત મળવાની સંભાવના છે. 

આ પણ વાંચો: ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોનથી યુક્રેનનું કિવ હચમચ્યું

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર ભાગ્યના દ્વાર ખોલશે. અચાનક ધન લાભ, અટકેલા કામો પૂર્ણ થવા અને સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિના સંકેત છે. આધ્યાત્મિક રુચિ વધશે અને માનસિક આત્મવિશ્વાસ મજબૂત થશે. સર્જનાત્મક ક્ષેત્રો, મીડિયા અથવા સંશોધન સાથે સંકળાયેલા જાતકોને આ સમય વિશેષ સિદ્ધિઓ અપાવી શકે છે.