Astro

ગ્રહોના સેનાપતિ મંગળ 7 નવેમ્બરે થઈ રહ્યા છે અસ્ત, આ રાશિઓના બદલાશે ભાગ્ય

By GS Team
6 Nov 20252 mins read
TukuTouch Logo
જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની અસર રાષ્ટ્ર તેમજ માનવ જીવન પર પડે છે. મંગળ તેમાનો એક ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર મહત્ત્વપૂર્ણ છે, અને તેવી જ રીતે, મંગળની અસ્તની સ્થિતિ પણ ખૂબ જ ખાસ છે. હકીકતમાં આવતીકાલે 7 નવેમ્બરના રોજ મંગળ અસ્ત થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રહોના સેનાપતિ મંગળ 7 નવેમ્બરે થઈ રહ્યા છે અસ્ત, આ રાશિઓના બદલાશે ભાગ્ય

Mangal Asta 2025: જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની અસર રાષ્ટ્ર તેમજ માનવ જીવન પર પડે છે. મંગળ તેમાનો એક ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર મહત્ત્વપૂર્ણ છે, અને તેવી જ રીતે, મંગળની અસ્તની સ્થિતિ પણ ખૂબ જ ખાસ છે. હકીકતમાં આવતીકાલે 7 નવેમ્બરના રોજ મંગળ અસ્ત થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સૂર્યાસ્ત બાદ ઘરમાં આ 5 કામ કરવા અશુભ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

તમારી જાણકારી માટે મંગળ હાલમાં તેની પોતાની રાશિ વૃશ્ચિકમાં બિરાજમાન છે, અને તે 7 નવેમ્બરના રોજ સાંજે 6.36 વાગ્યે આ રાશિમાં અસ્ત થશે. એવું કહેવાય છે કે, જ્યારે મંગળ અસ્ત થાય છે, ત્યારે તેની શક્તિ થોડા સમય માટે નબળી પડી જાય છે. પરિણામે, કેટલીક રાશિના લોકોને સકારાત્મક અને નકારાત્મક ફેરફારોનો સામનો કરવો પડી શકે છે.

1. મેષ રાશિ

મંગળનું અસ્ત થવું મેષ રાશિ માટે રાહતનો દિવસો લઈને આવે છે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. જે કાર્યોને લઈને તમે લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છો, હવે ગતિ પકડશે. તમારા કરિયરમાં આવતા અવરોધો પણ દૂર થશે. તમને કોઈ વરિષ્ઠ અથવા નવા પ્રોજેક્ટ મળી શકે છે. નાણાકીય ચિંતાઓ ઓછી થશે. પારિવારિક વાતાવરણમાં પણ સુધારો થશે. જૂના મિત્રો સાથે ફરીથી મળવાનો આનંદ થશે.

2. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે મંગળનું સ્થાન સકારાત્મક માનવામાં આવે છે. આ સમય તમારી મહેનતના સકારાત્મક પરિણામો લાવશે. તમે લાંબા સમયથી જે યોજનાઓ પર કામ કરી રહ્યા છો, હવે તેનું પરિણામ સામે આવશે. તમારા કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે, અને તમારા બોસ તમારા પર વિશ્વાસ વ્યક્ત કરશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે, અને તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે. જો તમને ક્યાંય રોકાણ કરવાનું મન થાય છે, તો અનુભવી લોકોની સલાહ લીધા પછી કરો.

આ પણ વાંચો: તુલસી પાસે ભૂલથી પણ ન રાખશો આ 5 વસ્તુઓ, નહીંતર માં લક્ષ્મી થશે નારાજ

3. સિંહ રાશિ

મંગળનું અસ્ત થવું સિંહ રાશિના જાતકો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. તમને કોઈ નવી તક અથવા ઓફર મળી શકે છે, જે તમારા જીવનની દિશા બદલી શકે છે. મુસાફરી ફાયદાકારક રહેવાની શક્યતા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ સકારાત્મક પરિણામો જોઈ શકે છે. કૌટુંબિક જીવનમાં શાંતિ આવશે. ભય દૂર થશે. જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસ ઉભરી આવશે. તમને નોકરી કે વ્યવસાયમાં સારી તક મળી શકે છે.